બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અજય દેવગનની “દૃશ્યમ 2”, ત્રણ દિવસની કમાણી સાંભળીને કહેશો “બોયકોટ જેવું તો કઈ હોતું જ નથી !”

રવિવારે બોક્સ ઓફિસ પર જોવા મળ્યું “દૃશ્યમ 2″નું તોફાન, મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા થિયેટરમાં, ફક્ત 3 જ દિવસમાં 60 કરોડને પાર નીકળી ગઈ ફિલ્મની કમાણી

છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી એ અજય દેવગનની ફિલ્મ “દૃશ્યમ 2” હવે થિયેટરમાં આવી ગઈ છે અને ત્રણ જ દિવસમાં આ ફિલ્મે તાબડતોબ કમાણી પણ કરી લીધી છે. 7 વર્ષ પહેલા આ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો હતો, જેના બાદ મેકર્સ દ્વારા ફિલ્મનો બીજો ભાગ પણ બનાવવામાં આવ્યો. શુક્રવાર, 18 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી આ મિસ્ટ્રી ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે.

“દૃશ્યમ 2” એ તેના ઓપનિંગ વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. વિકેન્ડ અને તેમાં પણ રવિવારના રોજ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી. ફિલ્મ જોવા માટે થિયેટર સુધી દર્શકોનો મોટો ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે કમાણીના મામલામાં પણ આ ફિલ્મે જબરદસ્ત ઉછાળ મેળવ્યો છે. તો ચાલો તમને જણાવીએ આ ફિલ્મે 3 દિવસમાં જ કેટલી કમાણી કરી.

“દૃશ્યમ 2″ને તેના શરૂઆતના દિવસથી જ દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રેક્ષકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ રહી છે. રિલીઝના પહેલા દિવસે દૃશ્યમ 2″નો બિઝનેસ 15.38 કરોડ રૂપિયા હતો. તો બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો હતો અને 21.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મના ત્રીજા દિવસનું રિપોર્ટ કાર્ડ પણ ઘણું સારું રહ્યું છે. અર્લી ટ્રેડર્સ અનુસાર, દૃશ્યમ 2″ એ રવિવારે લગભગ 27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 63.97 કરોડ રૂપિયા થઈ ગઈ છે. “દૃશ્યમ 2” એ ત્રણ દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરીને સફળતાનો નવો આંકડો સ્પર્શી લીધો છે. આ ફિલ્મ હવે 100 કરોડના ટાર્ગેટ પર છે. ઓપનિંગ વીકએન્ડમાં શાનદાર કલેક્શન કર્યા બાદ, “દૃશ્યમ 2″ની પ્રથમ સપ્તાહની કમાણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે.

Niraj Patel