અજબગજબ

આ ખેડૂતે ગ્લુકોઝની ખાલી બોટલોથી કરી ડ્રિપ સિસ્ટમ વાળી ખેતી, આજે કમાય છે લાખો રૂપિયા

આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે. આપણે દેશમાં આજે પણ મોટાભાગના લોકો ખેતી ઉપર જ નિર્ભર છે ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદ અને પાણીના અપૂરતા અભાવના કારણે તેમની ખેતી નિષ્ફળ પણ જતી હોય છે. તો ઘણા ખેડૂતો આ સમસ્યાનું સમાધાન અવનવા જુગાડ દ્વારા પણ મેળવી લેતા હોય છે. એવો જ એક જુગાડ મધ્યપ્રદેશના એક ખેડૂતે કર્યો, જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થવા લાગી.

Image Source

આ ખેડૂત મધ્ય પ્રદેશના જામ્બુઆ જિલ્લાનો રહેવાસી છે. જામ્બુઆ એક પહાડી આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં ખેતી કરવી ખુબ જ મુશ્કેલી ભરેલું કામ છે. વરસાદ આધારિત ખેતી હોવાના કારણે ખેડૂતોને મરજી મુજબનું પરિણામ નથી મળતું. એવામાં અહીંયાના એક ખેડૂત રમેશ બોરીયાએ એક નવી જ ટેક્નિક શોધી લીધી.

Image Source

વર્ષ 2009-10માં તેમને રાષ્ટ્રીય કૃષિ નવાચાર પરિયોજના (NAIP)ના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સંપર્ક કરીને પોતાના વિસ્તારની સમસ્યાઓ વિષે જણાવ્યું. વૈજ્ઞાનિકોએ સલાહ આપી કે ઠંડી અને વરસાદના સમયમાં નાના પાયે શકભાજીની ખેતી શરૂ કરે. કારણ કે ખેતી માટે તેની જમીન યોગ્ય હતી. પરંતુ ચોમાસુ મોડું આવવાના કારણે પાક બગડવા લાગ્યો. ત્યારબાદ તેને વૈજ્ઞાનિકોની સલાહથી વેસ્ટ પડેલી ગ્લુકોઝની બોટલોને ડ્રિપ સિસ્ટમની રીતે દરેક છોડ પાસે ટીંગાળી દીધી.

Image Source

આ વેસ્ટ બોટલોને તેને 20 રૂપિયા કિલોના ભાવથી ખરીદી હતી. આ બોટલોના ઉપરના ભાગને કાપીને તેને છોડની પાસે લટકાવી દીધી. આ બોટલોમાંથી એક એક ટીપું પાણી તે છોડ ઉપર પડતું રહ્યું.

રમેશની આ ટેક્નિકના કારણે ના છોડ સુકાયા કે ના પાણીની પણ બરબાદી થઇ. માત્ર 0.1 હેકટર જમીનમાંથી તે લગભગ 15 હજાર રૂપિયા લાભ કમાવવામાં સફળ રહ્યો. એટલું જ નહીં રમેશને જિલ્લા પ્રસાશન અને મધ્ય પ્રદેશ સરકારના કૃષિ મંત્રીની પ્રસંશા સાથે પ્રમાણ પત્ર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.