હેલ્થ

સવારે ખાલી પેટે ઈલાયચી વાળું પાણી પીવાથી માત્ર 14 દિવસમાં ઓછું થઇ જશે પેટ, વાંચો કેવી રીતે કરે છે અસર?

આજે મોટાભાગના લોકોને મોટાપાની સમસ્યા હોય છે, બહારની ખાણીપીણી, અપૂરતી ઊંઘ અને ચિંતાના કારણે શરીરમાં મોટાપો આવી જતો હોય છે, બેઠાળુ જીવન પણ તેના માટે મોટાભાગે જવાબદાર છે, ત્યારે આજના ભાગદોડ ભરેલા જીવનમાં કસરત કરવા માટેનો સમય બહુ ઓછા લોકો પાસે છે ત્યારે ઘણા લોકો ઘરેલુ નુસખાઓ દ્વારા પોતાનો મોટાપો દૂર કરવા માટે ઈચ્છે છે. છતાં પણ મોટાપો વધતો જ જાય છે.

Image Source

આજે અમે તમને એક એવી સરળ રીત બતાવીશું જેના દ્વારા તમે માત્ર 14 દિવસમાં તમારું વધતું પેટ ઓછું કરી શકો છો. ચાલો જણાએ કેવી રીતે કરે છે અસર..

ઇલાયચીમાં હોય છે આ ગુણ:
ઈલાયચી આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે ખુબ જ ગુણકારી છે, તેની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલા છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે ઇલાયચીમાં રહેલા આ તત્વો શરીરની અંદર જમા થયેલી ચરબીને ઓછી કરે છે સાથે જ તે કેટલી પ્રકારના રોગો સામે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે.

Image Source

ઈલાયચીના ખાસ ફાયદા:
ઈલાયચીની અંદર એન્ટીઓક્સીડેન્ટની માત્ર રહેલી છે અને તે શરીરના રક્તસ્ત્રાવના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. એક સંશોધન પ્રમાણે ઈલાયચી અંદર એવા ગુનો રહેલા છે જે કેન્સર સામે લડવામાં પણ મદદગાર બને છે સાથે જ પાચન સંબંધી સમસ્યાઓને પણ ઈલાયચી દૂર કરે છે. મોઢામાં રહેલા બેક્ટરિયા પણ ઈલાયચીના સેવનથી દૂર થાય છે, સુગરના વધતા પ્રમાણને પણ ઈલાયચી નિયંત્રણમાં રાખે છે.

કેવી રીતે બનાવવું ઇલાયચીનું પાણી:
ઇલાયચીનું પાણી બનાવવા માટે 5-6 ઇલાયચીને છોલી અને રાત્રે જ પાણીમાં પલાળી દેવી, ત્યારબાદ એ પાણીને સવારે ઉઠીને ગરમ કરી લેવું.

Image Source

કેટલીવાર પીવું ઇલાયચીનું પાણી:
દિવસમાં 3-4 વાર પાણી પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે, લગભગ 1 લીટર જેટલું ગરમ કરેલું ઇલાયચીનું પાણી તમે દિવસ દરમિયાન પી શકો છો. આ પાણીને સતત 14 દિવસ સુધી નિયમિત પણે પીવાથી વજન ઘટવાનું શરૂ થઇ જશે.

Image Source

શા કારણે પીવું ઇલાયચીનું પાણી:
ઇલાયચીનું પાણી પીવાના કારણે તમે બહારનું અનહેલ્ધી ખાવાથી બચી શકશો સાથે જ આ પાણી સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પીવાથી ઘણો જ ફાયદો મળે છે. ખાલી પેટે આ પાણી પીવાથી તેની અસર જલ્દી થાય છે. ઇલાયચીનું પાણી પીવાથી ના માત્ર વજન જ ઘટે છે પરંતુ તમારા ચહેરા ઉપર ચમક આવવા લાગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.