ખબર

રિપોર્ટ: રોજ ચા પીનારા લોકો લાંબુ જીવન જીવે છે, જાણો કઈ રીતે

આપણા ભારત દેશમાં લોકોની સવાર ચાની ચુસકીથી થાય છે. દરરોજ સવારે ચા પીધા બાદ જ લોકોની સવાર થાય છે. ખાસ કરીને લોકો શિયાળાની ઠંડીમાં ચા એક ગરમ ટોનિકનું કામ કરે છે. જે લોકો નાઈટ ડ્યુટી કરતા હોય છે કે જે લોકોને મોડે સુધી જગાવનું હોય છે તે લોકો ચાનું સેવન વધારે કરે છે. ચા પીવાથી ઊંઘ ભાગી જાય છે. ચા બધા જ સમય એક સારી મિત્ર છે. હાલમાં જ દાવો કરવામાં આવ્યો છે કે, રેગ્યુલર ચા પીવાથી લોકો લાંબુ જીવન જીવી શકે છે.

Image Source

હાલમાં જ યુરોપમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો ચાનું રેગ્યુલર સ્વાવન કરે છે તે લોકોને કાર્ડિયોવાસક્યુલર રોગમાં ઘટાડો થાય છે જેના હ્ર્દય નબળું પડી જાય છે તો છાતીમાં એકાએક દુખાવો ઉપડે છે. તો જે લોકો દરરોજ ગ્રીન ટીનું સેવન કરે છે એ લોકોના શરીરમાંથી વધારાની ચરબી સરળતાથી નીકળી જાય છે. ગ્રીન ટી તુરંત જ અસર હ્નથી કરતી પરંતુ લાંબાગાળે અસર કરે છે.

Image Source

એક સંશોધનમાં સતત 7 વર્ષ સુધી શોધ કરી હતી.ઘણા લોકો એવા હતા કે, જેને આ પહેલા અટેક આવી ગયો ઓ તો કોઈ કેન્સર જેબુ ભયાનક બીમારી માંથી પસાર થઇ રહ્યા હતા.તો આ પૈકી ઘણા લોકો એવા પણ હતા કે, જે દરરોજ ચા પિતા હતા તો ઘણા લોકોએ અત્યાર સુધીમાં ક્યારે પણ ચા પીધી ના હતી.આ બાદ સર્વમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો દરરોજ ચા પીવે છે તે લોકોમાં 56 ટકા એવા લોકો હતા જેને કોઈ મોટા હાર્ટ એટેક આવવાના કે રોગ થવાના ચાન્સીસ ઓછા હતા.

Image Source

પૈકી 39 ટકા લોકો એવા નીકળ્યા હતા કે, તેને કોઈ હ્ર્દય સંબંધી બીમારી ના હતી. આ બાદ 29 ટકા લોકો એવા હતા જેને કોઈ બીમારી થવાની શક્યતા ના હતી.

Image Source

જણાવી દઈએ કે, ચામાં હાજર રહેલા તત્વો પોલીફેનોઇલ લાંબા સમય સુધી શરીરમાં રહેતા નથી. આ તત્વો મગજને એક કરંટ જેવી અસર કરે છે જેથી સુસ્તી દરમિયાન સતત એક્ટિવ રહેવા માટે થોડી-થોડી ચા પીવી જરૂરી બની જાય છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો ગ્રીન ટી પીવી છે તે લોકોમાં હ્ર્દય રોગનું પ્રમાણ 25 ટકા ઓછું જોવા મળ્યું હતું.

Image Source

ડોક્ટરોએ આ ઉપરાંત બ્લેક ટી અને સવારે આદુવાળી ચા પીવાની પણ સલાહ આપી હતી. ગ્રીન ટી અને આદુવાળી ચાનું સેવન કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને મગજ સક્રિય થાય છે. ચા જો પ્રમાણસર પીવામાં આવે તો તેને બેસ્ટ ટોનિક છે. ખાસ કરીને શિયાળામાં ચાનું સેવન કરવાથી ખુબ જ અકસીર નીવડે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.