અરે બાપ રે… વર્લ્ડ ચેમ્પિયનનું આવું કેવું સેલિબ્રેશન, વીડિયો જોઈને લોકોએ કહ્યું… “છી છી છી… સાવ આવું કરવાનું ??”

ગઈકાલે ટી-20 વર્લ્ડ કંપની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરાયું. આ રોમાંચક મેચની અંદર ઓસ્ટ્રેલિયાએ બાજી મારી અને ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમવાર ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, આ સાથે જ ઓસ્ટ્રલિયાની જીત થતા જ ખેલાડીઓ ઉત્સાહના મૂડમાં આવી ગયા હતા.

જીતના જશ્નમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જે કર્યું તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આઈસીસી દ્વારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઉજવણી કરતો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કાંગારું ખેલાડી પોતાના બુટની અંદર બિયર નાખે છે અને પછી પીતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર માર્કસ સ્ટોઈનસ, મેથ્યુ વેડ સમેત ઓસ્ટ્રેલિયાની ટીમના ઘણા ખેલાડીઓ નજર આવી રહ્યા છે.

બૂટમાં બિયર નાખીને પીવાનો ઓસ્ટ્રેલિયન લોકોનો જૂનો રિવાજ છે, આ રિવાજને શૂઈના નામથી ઓળખવામાં આવે છે. બૂટમાં તેમાં મોટાભાગે બિયર જ નાખવામાં આવે છે, જો કે કેટલાક લોકો તેમાં દારૂ નાખીને પણ પીવે છે. વર્ષ 2016માં મોટરસાઇકલ રેસર જેક મિલરે પણ પોતાની જીત બાદની ખુશીમાં આ પ્રકારે ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


તમને જણાવી દઈએ કે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જેમાં કપ્તાન કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો.

Niraj Patel