જો તમે રાતે ઊંઘા પહેલા પાણી પીતી સમયે આ ભૂલ કરશો તો થશે ગંભીર નુકશાન…

0
Advertisement

પાણી આપણા જીવનનો મૂળ આધાર છે અને પાણી વિના આપણે એક ક્ષણ પણ જીવિત નથી રહી શકતા. પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. પરંતુ પાણી પીવાની પણ એક રીત હોય છે અને જો તમે તેને યોગ્ય રીતે પીશો તો તે તમને નુકસાન કરતું નથી, તેનાથી તમને ફાયદો થાય છે. પાણી ક્યારે પીવું જોઈએ એ પણ જાણવું આપણા માટે ખૂબ મહત્વનું છે.

Image Source

આપણને હંમેશાથી સલાહ આપવામાં આવી છે કે દરરોજ પોતાના દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો. આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુનો એક સમય હોય છે અને જ્યારે આપણે તે વસ્તુનું યોગ્ય સમય પર સેવન કરીએ છીએ, ત્યારે આપણે તેનાથી ઘણો ફાયદો મેળવીએ છીએ, તે જ રીતે જ્યારે આપણે યોગ્ય સમયે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે તે પાણી અમૃત જેવું થઇ જાય છે.

Image Source

આયુર્વેદમાં આપણને પાણીની યોગ્ય માત્રા તેમજ પાણી પીવાની યોગ્ય પદ્ધતિઓ વિશે જોવા મળે છે. પાણી પીવાના ઘણા ફાયદાઓ છે અને પુખ્ત વયના વ્યક્તિએ દિવસમાં સરેરાશ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. જો તમારું પેટ સંપૂર્ણ ખાલી હોય ત્યારે તો પાણી તમને સંપૂર્ણ ફાયદો કરશે.

Image Source

પાણી પીતા પહેલા આપણે ઘણી વાર આ બાબતોનું ધ્યાન રાખતા નથી. તો આજે અમે તમને પાણીને લગતી આવી માહિતી આપીશું, જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. તમે ક્યારેય સૂતા પહેલા વધારે પાણી પીવાની અસર વિશે વિચાર્યું છે? જો તમે રાત્રે સુતા પહેલા તમારા પેટ ભરીને પાણી પીતા હોવ તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ તમારા શરીરના ઘણા ભાગોને અસર કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે રાત્રે સૂતા પહેલા શા માટે વધુ પડતું પાણી ન પીવું જોઈએ.

Image Source

પાણી પીવાની સાચી રીત કઈ છે –
પાણી પીવાની એક રીત હોય છે, પાણી યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે પીવું જોઈએ. દરેક વ્યક્તિએ રાતના સમયે ખૂબ ઓછું પાણી પીવું જોઈએ કારણ કે આના કેટલાક મહત્વના કારણો છે, જેમ કે રાત્રે સૂતા પહેલા પાણી ન પીવાનું એક મહત્વનું કારણ એ છે કે જો તમે પાણી પીવો, તો તમારે વારેવારે ઊંઘમાંથી ઉઠીને પાણી પીવા જવું પડશે. આનાથી તમારી ઊંઘ ખરાબ થશે એ કરતા સારું એ રહેશે કે સૂતા પહેલા એક કલાક પાણી પી લેવામાં આવે.

Image Source

કીડનીઓ પર થાય છે અસર –
સુતા પહેલા વધારે પાણી પીવાથી તમારી કિડની પર અસર પડે છે. જ્યારે શરીર સક્રિય સ્થિતિમાં ન હોય ત્યારે પાણી પીવાનો કોઈ ઉપયોગ નથી થતો, એનાથી તમારી કિડની પર જોર પડે છે અને એનાથી કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સુતા પહેલા વધારે પાણીનું વધુ પડતું સેવન ન કરો.

Image Source

યુરિનરી બ્લેડર પર થાય છે અસર –
વધારે પાણી પીવું એ તમારા યુરિનરી બ્લેડર માટે પણ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. યુરિનરી બ્લેડર પ્રકૃતિમાં સ્થિતિસ્થાપક હોય છે અને જરૂરીયાત અનુસાર વિસ્તરે છે. જો તેને રાત્રે કુદરતી આકારમાં રહેવા દેવામાં આવે, તો તે તમારા શરીર માટે વધુ સારું સાબિત થાય છે. અતિશય પાણીનો અર્થ એ છે કે યુરિનરી બ્લેડર આખી રાત વિસ્તરેલું રહેશે અને પાણી શરીરમાંથી બહાર નહિ કરી શકશે. જો દરરોજ રાત્રે આવું જ થાય તો યુરિનરી બ્લેડરને નુકસાન થઈ શકે છે.

Image Source

વોટર રીટેન્શનની સમસ્યા થઈ શકે છે –
રાત્રે સૂતા પહેલા વધુ પડતું પાણી પીવાથી શરીરમાં વોટર રીટેન્શન થઈ શકે છે. આ ફક્ત કિડનીના કામને જ અસર નહિ કરે પણ સાથે જ શરીરની આંતરિક કામગીરીમાં પણ અડચણ લાવે છે. વોટર રીટેન્શનના કારણે પેશાબની નળીઓમાં વિસ્તાર ચેપ પણ લાગી શકે છે. એટલા માટે તરસ હોય ત્યારે જ પાણી પીવો.

Image Source

સોડિયમ લેવલ ડ્રોપ થઈ શકે છે –
સુતા પહેલા વધારે પાણી પીવાથી તમારા શરીરના સોડિયમના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે શરીરમાં સોડિયમ ઓછું હોય છે, ત્યારે મગજમાં સોજો આવવાથી નર્વસ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. જેના કારણે તમને ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે.

Image Source

મગજને અસર કરી શકે છે –
શરીરના સોડિયમના સ્તરમાં ઘટાડો થવાથી સેલમાં સોજો આવી શકે છે. એનાથી ચેતના, આંચકી અને અન્ય સંબંધિત ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. જો કે, આ ઓવર-હાઇડ્રેશનને કારણે થાય છે. અને માત્ર ત્યારે જ જ્યારે કોઈ વ્યક્તિ જરૂરી માત્રા કરતા વધુ પાણી પીવે.

Image Source

ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બગડે છે –
જો કોઈ સુતા પહેલા વધારે પાણી પીવે છે, તો તેનો ઉપયોગ શરીર દ્વારા કરવામાં આવતો નથી. શરીર નિષ્ક્રિય રહે છે, તેથી ન તો કેલરી વપરાય છે કે ન તો શરીરમાં પરસેવો આવે છે. આવી સ્થિતિમાં, શરીરનું પાણી ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બગાડે છે, જેનાથી કિડનીના કામમાં મુશ્કેલીઓ આવવી શરુ થઈ જાય છે.

જો પાણી યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે તો તે અમૃતનું કામ કરે છે. પરંતુ જો ઓવર હાઇડ્રેશનની સમસ્યા હોય, તો તમારા શરીરમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. તેથી, પાણીનો વપરાશ કરતા પહેલા આ ટીપ્સ અપનાવવી આવશ્યક છે.

ઉપરાંત, પાણીનું સેવન ક્યારે કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખો દિવસમાં થોડું-થોડું કરીને પુષ્કળ પાણી પીવું જોઈએ, પણ રાતે એકવારમાં ઘણું પાણી ન પીવું જોઈએ. શરીરમાં પાણીની તંગી ન હોવી જોઇએ, કે જરૂરી કરતાં વધારે પાણી હોવું જોઈએ નહીં.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here