હેલ્થ

રોજ ખાલી પેટ કરો લીંબુ અને જીરાનું સેવન અને કેટલાક દિવસોમાં જ મેળવો મેદસ્વીપણાથી છુટકારો

થોડા દિવસોમાં જ ૩૮ ની કમર ને ૨૮ ની બનાવી દેશે આ જાદુઇ ડ્રિંક, આજે જ ટ્રાય કરો

આજના સમયમાં, દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. જેના માટે તે ડાયેટિંગ, જિમ, યોગા, કસરત જેવું ઘણું બધું કરે છે. જેનાથી તેઓ દરેક પ્રકારના કપડામાં ફિટ થઈ શકે. અને સખત મહેનત કર્યા પછી પણ તેઓ મેદસ્વીપણાની ઝપેટમાં આવી જ જાય છે. આનું મુખ્ય કારણ અનિયમિત આહાર અને ખરાબ દિનચર્યા છે. જેના કારણે સ્થૂળતાનો સામનો કરવો પડે છે અને સાથે જ તેમણે તેની સાથે આવનારી બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે.

Image Source

જો તમારું વજન વધારે છે, અને એના કારણે તમારે શરમમાં મુકાવું પડે છે. એ માટે જો તમે ડાયેટિંગ કરો છો અને ઘણી દવાઓનો વાપરો છો. અને આ દવાઓની અસર જ્યાં સુધી તમે વાપરો ત્યાં સુધી જ રહે છે, જો તમે તમારો દેખાવ બદલવા માંગો છો, તો તમારે પોતાની જાતને બદલવી પડશે. જે રીતે અત્યાર સુધી તમારું પોતાનું વજન વધે છે. જો આવું થાય છે, તો તમારું વજન ક્યારેય નહીં ઘટે. માટે વજન ઘટાડવા માટે તમારે યોગ્ય ખોરાક પર ધ્યાન આપવું પડશે.

Image Source

જે લોકો સ્થૂળતાથી પરેશન છે અને મેદસ્વીપણાને દૂર કરવા માટે અનેક પ્રકારના પ્રયોગ અને પૈસા બરબાદ કરીને થાકી ચુક્યા છો તો જણાવી દઈએ કે આ પ્રયોગ મેદસ્વીપણા માટે કાળ સાબિત થશે. એકદમ સાધારણ દેખાતા આ પ્રયોગથી માત્ર થોડા જ દિવસોમાં તમને પરિણામ જોવા મળશે. અને સૌથી મોટી વાત એ છે કે આ નુસ્ખો એકદમ સરળ છે. આ નુસ્ખો જીરું અને લીંબુનો છે.

Image Source

રોજ સાંજે એક ચમચી જીરાને સાફ પાણીમાં પલાળીને રાખી દો. સવારે ખાલી પેટ આ જીરાને ચાવીને ખાઈ લો અને બચેલા પાણીને ચાની જેમ ગરમ કરીને એમાં અડધું લીંબુ નીચોવીને એમાં એક ચમચી મધ ઉમેરીને આને ઘૂંટડે-ઘૂંટડે ચાની જેમ પીઓ.

Image Source

આ પ્રવાહીમાં જીરું શરીરમાં આપણા દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ચરબીને શરીરમાં જમા નથી થવા દેતી અને ગરમ પાણીમાં લીંબુ શરીરમાં જામેલી ચરબીને બાળે છે. જેનાથી તમારું મેદસ્વીપણું સરળતાથી ઓછું થઇ જાય છે.

આ વાતો ધ્યાનમાં રાખો –

આ પ્રયોગ કરતા સમયે તમે નાશ્તો ન કરો. નહિ તો ઈચ્છીત પરિણામ નહિ મળે. સવારે આને પીધા પછી સીધું બપોરે જ ભોજન કરો અને ભોજન પહેલા એક પ્લેટ સલાડ ખાઓ. ભોજનમાં લીલા શાકભાજીનો પ્રયોગ કરો અને રાતે પણ ઊંઘતા પહેલા 2-3 કલાક પહેલા જ ભોજન કરી લો.

Image Source

ક્યારેય પણ બપોરે અને રાતે ભોજન પછી તરત જ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીઓ. ભોજન સાથે ઠંડુ પાણી જરા પણ ન પીવું જોઈએ.

મેંદાથી બનેલી વસ્તુઓથી દૂર રહો. મીઠું અને ખાંડ મેદસ્વીતા માટે ઝેર સમાન છે. અનાજ પણ સાબૂત ખાઓ. ફળોના જ્યૂસને બદલે ફળ ખાવાનું રાખો, એમાંથી ફાયબર પણ મળે છે અને જલ્દી ભૂખ પણ નથી લાગતી.

Image Source

ઝડપી પરિણામ માટે આ પ્રયોગ સાથે સાથે કસરત પણ કરાવી જોઈએ. ખાસ કરીને પશ્ચિમોત્તનાસન, કપાલભાતિ અને રનિંગ અને જોગિંગ કરો.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.