ટૂંકી ટૂંકી ચડ્ડી અને ટી શર્ટ પહેરીને ઘરના દરવાજા આગળ બેઠી હતી આ છોકરી અને આવી ગયો અચાનક ખતરનાક સાપ, પછી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેમાં ઘણી હેરાન કરી દેનારી ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ઘણા વીડિયો લોકોના દિલની ધડકન વધારતા પણ જોવા મળે છે, ત્યારે હાલ એવા જ એક વીડિયોએ જોનારના રૂંવાડા ઉભા કરી દીધા છે. જેમાં ઘરના દરવાજા પાસે બેઠેલી છોકરી નજીક એક ખુંખાર સાપ આવી જાય છે.

મોટા મોટા લોકો પણ સાપને જોઈને ડરી જાય છે. જો અચાનક સાપ દેખાય તો લોકોના હોશ ઉડી જાય છે. ઘરની અંદર સાપને જોઈને લોકો ડરથી ધ્રૂજવા લાગે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયોએ પણ લોકોના મનમાં ભય પેદા કરી દીધો છે. આ વીડિયોમાં એક ખતરનાક સાપ એક છોકરીની એટલો નજીક આવ્યો કે જોઈને છોકરીના હોશ ઉડી ગયા. આ ખતરનાક સાપ યુવતીના ઘરમાં પણ ઘુસી ગયો હતો.

વાઈરલ હોગ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી તેના ઘરના દરવાજે બેઠી છે. આ દરમિયાન એક વિશાળ સાપ તેની ખૂબ નજીક આવે છે. આ પછી છોકરી કૂદીને ત્યાંથી ભાગી જાય છે. સાથે જ સાપ પણ મોકો મળતાં ઘરની અંદર ઘૂસી જાય છે. વીડિયો ખૂબ જ ડરામણો છે. જો સાપ છોકરીની નજીક આવ્યો હોત, તો તે તેને કરડી શક્યો હોત.

વીડિયો ખૂબ જ ડરામણો છે. તમે જોઈ શકો છો કે એક છોકરી તેના ઘરની બહાર દરવાજા પર બેઠી છે. તેણી તેના વાળ ઠીક કરતી હોય તેવું લાગે છે. દરમિયાન અચાનક તેની નજર એક સાપ પર પડી. વિલક્ષણ સાપને જોઈને છોકરી ડરી જાય છે. આ પછી સાપ તેજ ગતિએ ઘરની અંદર પ્રવેશ કરે છે અને છોકરીના ઘરમાં ઘૂસી જાય છે. સાપને જોઈને છોકરી એટલી ડરી જાય છે કે તે અંદર આવવાની હિંમત કરતી નથી.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

તમે જોઈ શકો છો કે સાપ ઝડપથી ઘરની અંદર જાય છે અને પછી તે કેમેરાની નજરથી ગાયબ થઈ જાય છે. સાપ અંદર આવ્યા પછી છોકરી પણ ધીમે ધીમે અંદર પ્રવેશ કરે છે. જો કે તે સાપની પાછળ જવાની હિંમત કરતી નથી. તમે જોઈ શકો છો કે છોકરી આમ તેમ સાપને શોધે છે. વીડિયો અહીં સમાપ્ત થાય છે. આ વીડિયો એટલો ડરામણો છે કે તેને જોતા જ લોકોની ઊંઘ ઉડી જાય.

Niraj Patel