જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

સુરતના ડાયમંડ કિંગ જે પોતાના કર્મચારીઓને આપે છે 600 ગાડીઓની ભેટ, જાણો તેના દીકરાની લાઈફ સ્ટાઈલ

જેવી દિવાળી આવશે કે બધા જ કર્મચારીઓ આતુરતાથી રાહ જોતાં હોય છે કે, આ વખતે દિવાળી બોનસમાં શું મળશે. કાર અથવા મોટો ફ્લેટ અથવા તો મોટી રકમ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દર વર્ષે દિવાળી આવતા જ બધા જ ન્યૂઝ પેપરના બ્રેકિંગ ન્યૂઝમાં વાંચવા મળતા સવજીભાઇ ધોળકિયા વિશે. જે વ્યક્તિની કંપનીનું છે કરોડોનું ટર્ન ઓવર હોય એ વ્યક્તિની અને એના પરિવારજનોની લાઈફસ્ટાઈલ કેવી હશે?

Image Source

એ વિચાર તમારા દરેકના મનમાં આવ્યો જ હશે? સાચું ને? અને તમે જાણવા પણ માંગો છો કે જે વ્યક્તિ લાખો રૂપિયાની ગિફ્ટ તેના કર્મચારીઓને આપતો હશે તો એના પરિવારના લોકો કેમ રહેતા હશે? આજે અમે તમને એ જ જણાવવા જય રહ્યા છીએ આ આર્ટિકલના માધ્યમથી. સવજીભાઇ ધોળકિયાનો પુત્ર દ્રવ્ય ધોળકિયા. ચાલો આજે જાણીએ આપણે બધા દ્રવ્ય ધોળકિયાની લાઈફ સ્ટાઈલ વિશે અને તેના વિચારો વિશે.

Image Source

સુરતના હરેકૃષ્ણા એક્સ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડનાં માલિક સવજીભાઇ ધોળકિયાને આખા ભારતમાં નહી પણ આખા વિશ્વમાં લોકો ડાયમંડ કિંગથી ઓળખે છે. અને સવજીભાઇ ધોળકિયાને લોકો મહાન દાનેશ્વર અને ઉદાર દિલના વ્યક્તિ તરીકે પણ ઓળખે છે. કેમકે તેઓ દર વર્ષે દિવાળી આવતા જ એમની કંપનીમાં કામ કરતાં વ્યક્તિઓને દિવાળી બોનસમાં આપે છે લાખોની ગિફ્ટ.

Image Source

જેમાં કાર અને ફ્લેટ પણ સામેલ છે. હજી આ વર્ષે જ દિવાળી બોનસમાં બધા જ કર્મચારીને કાર ગિફ્ટ આપી એ પણ મારુતિ અને સુઝુકી કંપનીની. આવા દિલદાર સવજીભાઈને એક પુત્ર પણ છે. જેનું નામ દ્રવ્ય ધોળકિયા છે.દ્રવ્ય ધોળકિયાએ વિદેશની ધરતી પર ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ નો અભ્યાસ કર્યો છે. દ્રવ્યનો સ્વભાવ રંગીન મિજાજનો હતો. તેને ખાવા-પીવાથી લઈને હરવા ફરવાનો અને સારા-સારા બ્રાંડેડ કપડાં પહેરવાનો ખૂબ જ શોખ હતો. અને હોય જ ને એ સાવજી ધોળકિયાનો દીકરો છે.

 

View this post on Instagram

 

raðljóst

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

MBA કર્યા પછી દ્રવ્ય જયારે ન્યૂયોર્કથી સુરત પરત ફર્યા હતા, ત્યારે તેમના પિતાએ તેમને ફેમિલી બિઝનેસમાં સામેલ કરવાને બદલે એક ફ્રેશર તરીકે નોકરી કરવા કહ્યું હતું. દ્રવ્યને પહેલી નોકરી એક બીપીઓમાં મળી હતી, જેનું કામ અમેરિકાની કંપનીની સોલાર પેનલ વેચવાનું હતું. પરંતુ એક અઠવાડિયાં બાદ પગાર લીધા વિના જ તેમને આ નોકરી છોડી દીધી હતી. આવું તેઓએ પિતાની શરતના આધાર પર કર્યું હતું.

 

View this post on Instagram

 

after a storm comes a calm.

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

એક વાર સવજીભાઈને ન્યૂયોર્કમાં એક બિઝનેસ ડિલ માટે જવાનું થયું. અને એ મિટિંગમાં સવજીભાઇ તેમના દીકરા દ્રવ્યને પણ સાથે લઈ ગયા હતા. ત્યારે ન્યૂયોર્કની એક હોટેલમાં જમવા જવાનું થયું. સવજીભાઈએ પોતાના દીકરાને ઓર્ડર કરવા કહ્યું. ત્યારે દ્રવ્યએ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઓર્ડર કર્યો ને બિલ ખૂબ વધારે આવ્યું. ત્યારે જ સવજીભાઇ સમજી ગયા કે તેમના દીકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે. ત્યારે તો તેઓ કશું ન બોલ્યા. પરંતુ જ્યારે દ્રવ્ય ભારત પાછો ફર્યો પોતાનો અભ્યાસ પૂરો કરીને ત્યારે તેને સાચી દુનિયાદારી સમજવામાં આવી.

Image Source

દ્રવ્ય ધોળકિયાએ હોટેલમાં કરી હતી નોકરી: એ સમયે સવજીભાઈએ તેમના દીકરાને કહયું કે તારે તારી ઓળખ છૂપાવી નોકરી ગોતવી પડશે. એ અનુભવ પછી જ તું આપણી કંપની સંભાળી શકીશ. પોતાના દીકરાને જીવનનું સત્ય સમજાવવા માટે સવજીભાઇને કડક થવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

m a great masseuse!!! u can find me on @urbanclap and @tinder thnx!

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

દ્રવ્યએ 3 જોડી કપડાં અને કુલ 7000 રૂપિયાની રકમ સાથે કોચીનમાં એક મહિનો વિતાવ્યો હતો. આ દરમ્યાન તેમના પિતાએ તેમને દરેક અઠવાડિયે નવી નોકરી કરવાનું કહ્યું હતું અને ઘરે પાછા ફરે ત્યારે તેની પાસે 7000 રૂપિયાની રકમ તો હોવી જ જોઈએ એવી શરત પણ મૂકી હતી.

 

View this post on Instagram

 

now you can officially call me captain

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

એ સમય પછી દ્રવ્ય ધોળકિયાને સાચી જિંદગીનો ખ્યાલ આવી ગયો અને પૈસાની કિંમત સમજાઈ. ત્યારબાદ તેની લાઇફસ્ટાઇલ જરૂર પૂરતી જ સીમિત રહી, એ સમય પછી એના જીવનમાં કોઈ જ શોખ મહત્વના નથી. પોતે એક અમીર બાપનો દીકરો હોવા છતાં તે જમીન પર રહીને એને ગમતું જીવન જીવી રહ્યો છે. જિંદગીના પાઠ વ્યક્તિને અનુભવ પરથી જ શીખવા મળે છે. એ વાત અહીં સવજીભાઈએ સાબિત કરી દીધી.

માહિતી સોર્સ