મનોરંજન

આવી રીતે શૂટ થયો હતો દ્રૌપદીનો ચીરહરણનો સીન, બનાવવામાં આવી હતી 250 મીટરની- જાણો વધુ

આવી રીતે શૂટ થયો હતો દ્રૌપદીનો ચીરહરણનો સીન- જુઓ ક્લિક કરીને

હાલ દુરદર્શન પર બી.આર. ચોપરાની મહાભારત સિરિયલમાં દ્રૌપદીનું ચીર હરણ બતાવવામાં આવ્યું હતું. ચોપરા સર આ સીનને લઈને ઘણા સિરિયસ હતા. આ સીનને મહાભારતની આધારશિલા માનવામાં આવે છે. આ સીનને કારણે જ મહાભારત થયું હતું. ચીર હરણ દરમિયાન દ્રૌપદીએ મદદ માટે બોલાવવાનું ચાલુ કરી દઈ અને રડવા લાગી હતી. પરંતુ શું તમને ખબર છે કે, દ્રૌપદીનો રોલ નિભાવનારી એક્ટ્રેસ રૂપા ગાંગુલી સાચે જ રડવા લાગી હતી.

Image source

રૂપા ગાંગુલીએ એટલે કે દ્રૌપદીને શૂટ પહેલા ચીર હરણનો સીન સારી રીતે સમજાવી દીધો હતો. પરંતુ શૂટ શરૂ થયો અને ડાયલોગ બોલવાનું શરૂ થયું ત્યારે તે રડવા લાગી હતી. અડધા કલાક બાદ તે ચૂપ થઇ ગઈ હતી. બાદમાં ફરીથી શૂટ શરૂ કરવામાં આવ્યું હતું.

Image Source

ચીરહરણના સીનનો આ શૂટનો હિસ્સો પણ ઘણો દિલચસ્પ છે. આ સીન માટે 20 મીટરની સ્પેશિયલ સાડીનો ઓર્ડર પણ કર્યો હતો. ‘મહાભારત’ના એક મેકિંગ વીડિયોમાં ડાયરેક્ટર રવિ ચોપરાએ આ ચીરહરણના સીન વિષે જણાવ્યું હતું.

Image source

રૂપા ગાંગુલીએ શૂટ દરમિયાન ફક્ત 6 મીટરની સાડી પહેરી હતી, પરંતુ ચીર હરણ ખાતે ‘મહાભારત’માં તેણે પહેરેલી સાડી વિશેષઇફેક્ટથી તૈયાર કરવામાં આવી હતી. આ માટે સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથે તૈયાર કરેલી સાડી એક ફ્રેમમાં શૂટ કરવામાં આવી હતી અને બીજી ફ્રેમમાં દ્રૌપદી.

Image Source

મેકર્સે રૂપા ગાંગુલીને કહ્યું હતું કે જ્યારે કોઈ સ્ત્રીને તેના વાળથી સભામાં ખેંચવામાં આવે છે અને હરણ કરવામાં આવે તેવા મૂડ સાથે જ જજો. રૂપાએ તેની તૈયારી કરી લીધી હતી અને સિક્વન્સ શૂટ કરતી વખતે તે ખૂબ જ ભાવનાશીલ બની ગઈ હતી.

Image source

આ સીન એટલો દમદાર હતો કે, એક જ વારમાં શૂટ કરી લીધો હતો. મેકર્સે જણાવ્યું હતું કે, દ્રૌપદી ચીર હરણ સીન એટલો દર્દનાક હતો કે, રૂપા ગાંગુલી રડવા લાગી હતી. રૂપા ગાંગુલી સેટ પર એટલી રડી હતી કે, મેક્સ અને બીજા સ્ટાર કાસ્ટને તેને ચૂપ કરાવવામાં અડધો કલાક લાગી ગયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.