ખબર

IIT રિસર્ચમાં ધડાકો : અહીંયા ગંદા પાણીમાં ઝડપાયો કોરોના વાઈરસ, પ્રોફેસરોએ ખોલ્યું રહસ્ય

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ઠેર ઠેર સંશોધનો ચાલી રહ્યા છે, કોરોના વાયરકસ કઈ જગ્યા ઉપર જોવા મળે છે તેને લઈને પણ ઘણા સંશોધનો સામે આવ્યા છે, તો કઈ સંપત્તિ ઉપર કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે તેના વિશેનું સંશોધન પણ સામે આવ્યું હતું, હાલમાં જ ગાંધીનગર IIT દાવર એક મહત્વનું સંશોધન હાથ ધરવામાં આવ્યું જેમાં કોરોના વાયરસની હાજરી ગટરના ગંદા પાણીમાંથી પણ મળી આવી છે.

Image Source

આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમાર અને પ્રોફેસર અરવિંદ પટેલ દ્વારા 51 યુનિવર્સીટીઓ સાથે મળીને આ રિસર્ચ કર્યું છે જેમાં આ તમામ સંશોધકો દ્વારા નાળા અને ગટરોમાં વહેતા ગંદા પાણીના ટેસ્ટિંગ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જેની અંદરથી સામે આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં પણ ગંદા પાણીના સેમ્પલમાંથી કોરોના વાયરસના કનો મળી આવ્યા છે. તો ભારતના નાળાનાં ગંદા પાણીમાં પણ કોરોના વાયરસની હાજરી મળી આવૈ છે, IIT દાવર હાથ ધરવામાં આવેલું આ ભારતનું પ્રથમ સંશોધન છે.

Image Source

IITએ પોતાના સંશોધનમાં ખુલાસો કર્યો છે કે નાળાંના ગંદા પાણીમાં કોરોના વાયરસની હાજરી હોઈ શકે છે. સંશોધનકર્તાઓએ પોતાના અધ્યનમાં જે પરિણામ મેળવ્યું છે, તે ખાસ કરીને સફાઈકર્મીઓ માટે ખતરારૂપ બની શકે છે. સફાઈકર્મીઓની સાથે સાથે અન્ય એવા લોકો કે જે નાળાંની સાફસફાઈ કરે છે, તેમને તેમને પણ પોતાની જાતનું રક્ષણ કરવાની જરૂર છે.

Image Source

સંશોધનકર્તાઓએ અમદાવાદના એક નાળામાંથી ટ્રિટમેન્ટ કર્યા વગરનું થોડુંક પાણી લીધું હતું અને તેમાં વાયરસની ઉપસ્થિતિનું લઈને અધ્યન કર્યું છે. જેમાં કોરોના વાયરસના 3 જિન મળી આવ્યા હતા, શોધકર્તાઓનું કહેવું છે કે સંક્ર્મણ વધુ ફેલાવવા પાછળનું કારણ ગટરનું ગંદુ પાણી તો નથી ને?

Image Source

શોધકર્તાઓના કહેવા પ્રમાણે નાળાંમાંથી લેવાયેલાં પાણીનાં સેમ્પલમાં કોરોના વાઈરસનાં જિન મળ્યાં છે, જોકે તેનાથી ચેપ ફેલાવાનો ખતરો નથી. પરંતુ સાથે સાથે સંશોધકોએ એમ પણ કહ્યું છે કે કોરોના વાયરસનો રોગચાળો અટકાવવા માટે નાળાંનાં પાણીનું ટેસ્ટિંગ કરવું પણ ખુબ જરૂરી છે. ખાસ કરીને હોટસ્પોટ વિસ્તારોમાં વહેતાં નાળાંનું મોનિટરિંગ કરવું જરૂરી છે.

Image Source

IIT ગાંધીનગરના પ્રોફેસર અને મુખ્ય શોધકર્તા મનીષ કુમારનું કહેવું છે કે “વેસ્ટ વોટર મોનિટરિંગ અત્યંત મહત્ત્વનું છે. કોરોનાના સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણો ધરાવતા અને લક્ષણો વિનાના તમામ દર્દીઓનાં મળ-મૂત્ર શરીરમાંથી નીકળીને આ નાળાંમાં આવે છે, તેમની સાથે વાઈરસ પણ પાણીમાં ભળે છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.