સંપત્તિ જીવતા પોતાના બાળકોના નામે ના કરો, રેમંડ કંપનીના પૂર્વ ચેરમેને સંભળાવી આપવીતી, જુઓ વીડિયો

રેમંડ કંપનીના માલિક વિજયપત સિંઘાનિયાએ કહ્યુ- ‘જેટલી પણ કંપની હતી તે નાલાયક દીકરાના નામ પર કરી ચૂક્યો છું…’ બાપ નો દુઃખંદ અંત જાણીને રડી પડશો

આ ભારતીય ઉદ્યોગપતિની ગણના એક સમયે દેશના સૌથી અમીર લોકોમાં થતી હતી. પરંતુ સમય એવો બદલાઈ ગયો કે આજે તેમને થોડા રૂપિયા માટે આમ તેમ જવું પડી રહ્યુ છે. આ ધનકુબેરની હાલત માટે તે પોતાના પુત્ર સિવાય બીજા કોઈને દોષ આપતા નથી. અમે વાત કરી રહ્યા છીએ રેમન્ડ કંપનીની, જે દેશની ટોપ ક્લોથિંગ બ્રાન્ડ છે. જાણીતા ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયા એક સમયે આ કંપનીના માલિક હતા. ત્યારે ફિલ્મથી લઈને એવિએશન સેક્ટર સુધી તેમની તૂતી બોલતી હતી.

વિજયપત સિંઘાનિયા માત્ર એક સફળ બિઝનેસમેન ન હતા પણ તેમનો સિક્કો એવિએશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચાલતો હતો. પરંતુ કાપડ ઉદ્યોગના આ બિઝનેસ ટાયકૂનનો આરોપ છે કે તેમના પુત્ર ગૌતમે તેમની હાલત શેરીના ભિખારી જેવી કરી દીધી છે. ગૌતમ હાલમાં આ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. વિજયપત સિંઘાનિયા મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. વિજયપત સિંઘાનિયાએ પોતાની મહેનત અને પરસેવાથી રેમન્ડ શૂટિંગનું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડો.વિજયપત સિંઘાનિયાના વકીલે કહ્યું કે તેમણે પોતાની આખી કંપની પોતાના પુત્રના નામે કરી દીધી પણ હવે તેનો પુત્ર તેને પાઈ પાઈ માટે તડપાવી રહ્યો છે. સિંઘાનિયાએ કંપનીમાં તેના તમામ શેર પુત્રને આપ્યા હતા, તેની કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા હતી, પરંતુ પુત્ર ગૌતમે પિતાને ક્યાંયના પણ ના રાખ્યા. વિજયપત સિંઘાનિયાએ પોતાના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, વિજયપત સિંઘાનિયા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિજયપત સિંઘાનિયાએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતુ કે તેમને મલબાર હિલ સ્થિત 36 માળના જેકે હાઉસમાં ડુપ્લેક્સના માલિકી હક્ક આપવામાં આવ્યો નથી, જ્યારે રેમન્ડના માલિક દ્વારા વારંવાર આ વિશે જણાવવામાં આવ્યુ હતું. જેકે હાઉસ 1960માં બનાવવામાં આવ્યું હતું ત્યારે તે માત્ર 14 માળનું સ્ટ્રક્ચર હતું, બાદમાં આ બિલ્ડિંગના ચાર ડુપ્લેક્સ રેમન્ડની હોલ્ડિંગ કંપની પશ્મિના હોલ્ડિંગને આપવામાં આવ્યા હતા. 2007માં આ બિલ્ડિંગમાં રહેતા લોકોએ તેને રિનોવેશન કરવાનું નક્કી કર્યું.

સોદા મુજબ, વિજયપત અને ગૌતમ, વીણા દેવી (વિજયપતના ભાઈ અજયપત સિંઘાનિયાની વિધવા), તેમના પુત્રો અનંત અને અક્ષયપતને નવી બિલ્ડિંગમાં 5,185 ચોરસ ફૂટનું ડુપ્લેક્સ રૂ. 9,000 પ્રતિ ચોરસ ફૂટની ચૂકવણી પર મળવાનું હતું. પરંતુ હજુ સુધી આ ડુપ્લેક્સ વિજયપત સિંઘાનિયાને મળ્યો નથી. કોર્ટે સંબંધિત પક્ષને માત્ર વાતચીત દ્વારા જ મામલો ઉકેલવા વિનંતી કરી છે. બોમ્બે હાઈકોર્ટે રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાની જીવનચરિત્ર ‘એન ઈન્કમ્પલિટ લાઈફ’ના વેચાણ, પરિભ્રમણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

જણાવી દઈએ કે 2015માં વિજયપત સિંઘાનિયાએ તેમની કંપનીના તમામ શેર પુત્રને આપી દીધા હતા. સિંઘાનિયાએ આરોપ લગાવ્યો કે સીએમડી હોવાનો ગેરલાભ ઉઠાવીને ગૌતમે તમામ સંપત્તિ પોતાના નામે કરી લીધી. આ પછી, વિજયપતની આર્થિક સ્થિતિ બગડી અને તેમને ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી. ઉલ્લેખનીય છે કે ગૌતમ સિંઘાનિયાનો વિજયપત સિંઘાનિયા સાથે વર્ષોથી ઊંડો વિવાદ ચાલી રહ્યો છે. વિજયપત સિંઘાનિયા અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા બંને વચ્ચેના સંબંધો ખૂબ જ કડવાશભર્યા છે.

બંને વચ્ચે પરસ્પર લડાઈની સાથે કાયદાકીય લડાઈ પણ ચાલી રહી છે. ગૌતમ સિંઘાનિયાએ પુસ્તકને લઈને થાણે અને મુંબઈની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. રેમન્ડ ગ્રુપના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે, અનુભવમાંથી મેં શીખ્યુ છે કે પોતાના જીવિત રહેતા પોતાની સંપત્તિ બાળકોને આપતા સમયે સાવધાની રાખવી જોઇએ. તમારી સંપત્તિ તમારા બાળકોને મળવી જોઇએ પણ એ તમારી મોત બાદ.

 

View this post on Instagram

 

A post shared by Yogesh Kumar Gupta (@onlineinsurence)

Shah Jina