ખબર વાયરલ

કોરોના પરિસ્થિતિ વચ્ચે મહિલા ડોક્ટરનો ઇમોશનલ વીડિયો થયો વાયરલ, જાણો વીડિયોમાં શુ કહ્યુ ડોક્ટરએ…

તમને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો. તમે એવું માનો છો કે તમે સુપરહીરો છો? જાણો ડૉક્ટરે રડતા રડતા શું શું કહ્યું

કોરોનાની બીજી લહેર ખૂબ ખતરનાક સાબિત થઇ રહી છે તેવામાં દેશની હૉસ્પિટલોમાં ઑક્સીજન, બેડ અને વેન્ટિલેટરની અછત સર્જાઇ રહી છે. મંગળવારે દેશમાં 2.94 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2020 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની હાલત સૌથી વધારે ખરાબ છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હેલ્થ સેવા ભાંગી પડી છે. કોરોનાના દર્દીઓ દવા અને ઑક્સીજન વગર તડપી તડપીને મોતને ભેટી રહ્યા છે. ડૉક્ટરો પણ લાચાર છે. આ બધાની વચ્ચે ઇન્ફીશિયસ ડિસીઝ ફિઝીશિયન ડૉક્ટર તૃપ્તિ ગિલાડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોના માધ્યમથી ડોકટર તૃપ્તિએ મુંબઇની અલગ અલગ હોસ્પિટલમાં કોરોના વાયરસ સામે લડી રહેલા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ હાલાત અને વ્યવસ્થા વિશે જાણકારી આપી છે અને લોકોમે સંક્રમણથી બચાવ માટેના ઉપાય પણ જણાવ્યા છે.

વીડિયોમાં ડૉક્ટર ગિલાડા કહે છે કે, તમને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો. તમે એવું માનો છો કે તમે સુપરહીરો છો, તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી છે, તો તમે ભ્રમમાં છો. અમે 35 વર્ષના યુવાઓને પણ વેન્ટિલેટર પર જોઈ રહ્યા છીએ, જેમની સ્થિતિ ખૂબ નાજુક હોય. આવું પહેલા ક્યારેય નથી જોયુ, જ્યારે એકસાથે આટલા બધા લોકોનું ધ્યાન રાખવું પડે. અમે લોકોના ઘરોમાં ઑક્સીજન લગાવીને વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે લોકોએ વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે તેમાં કોરોનાની ઇન્ફેક્શન ઓછું દેખાઈ રહ્યું છે. તેમને હૉસ્પિટલોમાં નથી દાખલ કરવા પડતા. સ્પષ્ટ છે કે રસી કોરોના સામે લડવા માટે મદદરૂપ થઈ રહી છે.

ડૉ ગિલાડા ખૂબ જ ઇમોશનલ થઈને કહે છે કે, “હાલ અમને ડૉક્ટરોને પણ ક્યાંકને ક્યાંક ઇમોશનલ બ્રેકડાઉન થઈ રહ્યું છે. આથી જ તમારું પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. ડરીને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. અમુક લોકોને દાખલ કરવા જરૂરી છે, તેમના માટે બેડ નથી.”