અમેરિકામાં રાકેશ પટેલનું દર્દનાક મૃત્યુ, પ્રેમિકાને ગળે મળ્યા અને થોડીક જ વારમાં પોતાની મર્સીડીઝ નીચે દબાઈને મૃત્યુ પામ્યા- જાણો સમગ્ર મામલો

યુએસ મીડિયાના અહેવાલો અનુસાર, 33 વર્ષીય ભારતીય મૂળના ડૉક્ટરનું મોત ત્યારે થયું હતું જ્યારે ચોરોએ તેમની કારની ચોરી કરી હતી અને ભાગતી વખતે તેને કચડી નાખ્યા હતા. આ દરમિયાન તેમની પ્રેમિકા લાચાર બનીને આ દુર્ઘટના જોતી રહી. બુધવારે સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડના ડો. રાકેશ રિક પટેલ તેમની ગર્લફ્રેન્ડને પેકેજ પહોંચાડવા માટે તેમની મર્સિડીઝ બેન્ઝમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ દરમિયાન લૂંટારુઓ તક મળતાં તેમની કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

ડૉ.પટેલ તેમની પાછળ દોડ્યા અને તેમની કારની સામે આવ્યા. ચોરોએ ડો.પટેલને તેમની ગર્લફ્રેન્ડની સામે કાર વડે કચડી નાખ્યા હતા. વોશિંગ્ટન ટીવીના રીપોર્ટ અનુસાર  ડૉ. પટેલ મેડસ્ટાર વોશિંગ્ટન હોસ્પિટલ સેન્ટરમાં ડૉક્ટર હતા અને ક્રિટિકલ કેર ફેલો તરીકે તાલીમ લેતા હતા. ડૉ. પટેલ એક સંભાળ રાખનાર, સામાજિક વ્યક્તિ હતા. તેમના પિતા ડૉ. રજનીકાંત પટેલે NBC4 વૉશિંગ્ટન ટીવીને જણાવ્યું કે તેમના પુત્રની કોઈ કારણ વગર હત્યા કરવામાં આવી છે.

માતા ચારુલત્તા પટેલે કહ્યું કે હું હંમેશા તેને મારા બાળક તરીકે બોલાવતી હતી. તે પાંચ બાળકોમાં સૌથી નાનો હતો, જેમાંથી બે ડોક્ટર છે. માતાએ કહ્યું કે તેની હત્યા શા માટે કરવામાં આવી ? કાર માટે ? વોશિંગ્ટન પોલીસે હત્યારાઓની જાણ કરવા માટે US$25,000નું ઈનામ જાહેર કર્યું છે. ગુરુવારે, પોલીસ કારને રિકવર કરવામાં સફળ રહી, પરંતુ આરોપીઓ હજુ પણ ફરાર છે.

ડો.પટેલ મેડસ્ટાર હોસ્પિટલમાં નોકરી કરતા હતા. હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “ડૉ. રાકેશ પટેલના આકસ્મિક અવસાન વિશે જાણીને આઘાત લાગ્યો છે. તેમણે અહીં સેવા આપી હતી, ચેપી રોગોમાં ફેલોશિપ પૂર્ણ કરી હતી અને હાલમાં ક્રિટિકલ કેર ફેલો તરીકે તાલીમ લઈ રહ્યા છે. પટેલ ખૂબ જ યાદ આવશે.

Shah Jina