ખબર

એક સમયે ખુલ્લા પગે અને એક જ કપડામાં સ્કૂલે જવા મજબુર હતા, આજે બનાવે છે અમેરિકામાં કોરોનાની વેક્સીન આ ગુજરાતી મહિલા

એક સ્ત્રી ધારે તો કઈ પણ કરી શકે એ વાત સાબિત કરી આપી છે આણંદ પાસે આવેલા સોજીત્રા ગામની આ દીકરીએ. જે એક સમયે ઉઘાડા પગે સ્કૂલે જવા માટે મજબુર હતી, અને પોતાના પિતાને ટીબીથી પીડાતા જોઈને તેમના માટે ટીબીની રસી બનાવવાનું પણ તેને વચન આપ્યું હતું પછી તેમણે ટીબી અંગે ખુબ સંશોધન કરીને ઈલાજમાં સુધારો શોધી કાઢ્યો છે.આજે તે અમેરિકામાં કોરોનાની રસી બનાવી રહી છે.

Image Source

મૂળ સોજીત્રા ગામના અને હાલ અમેરિકામાં રહેતા ડૉ. નીતાબેન પટેલ અમેરિકાની અંદર નોવવેકસ કંપનીના ડાયરેક્ટર છે. છેલ્લા કેટલાય સમયથી તે લેબોરેટરીની અંદર દિવસ રાત પોતાની ટિમ સાથે રસી બનાવવા માટેનું કામ કરી રહ્યા છે. તેમને પોતે જ જણાવ્યું હતું કે તે 18 કલાક સુધી લેબની અંદર કામ કરે છે.

નીતાબેન બાળપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતા, પરિવારની આર્થિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ હોવા છતાં પણ તેમને પોતાના અભ્યાસના દમ ઉપર આગવું નામ કર્યું અને અમેરિકા ગયા, ત્યાં જ એક બાયોકેમિસ્ટ સાથે લગ્ન કર્યા. આજે પણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ તેઓ ઘરની અંદર પૂજા પાઠ કરવાનું ચુકતા નથી. ધન્ય છે નીતાબેનને !!!