રાજકોટમાં 34 વર્ષીય મહિલા ડોકટરે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, 5 વર્ષની માસુમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી

વાંકાનેરમાં ડોક્ટર જાનકી કરી આત્મહત્યા, માતાનું હૈયાફાટ રૂદન….દિયર એવું એવું ગંદુ કામ કરતો કે સાંભળીને રૂંવાટી બેઠી થઇ જશે

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર ઘણી પરણીતાઓ પણ પોતાના સાસરિયાના ત્રાસથી પણ જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં પિયર ધરાવતા અને વાંકાનેરમાં રહેતા પરણિત મહિલા તબીબ 34 વર્ષીય જાનકી રજનીકભાઈ વોરાએ પોતાના જ ઘરમાં ગતરોજ દુપટ્ટાથી ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.

જાનકીબેનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાનકીબેનના નિધનના સમાચાર સાંભળીને પરિવાર અને સાથી તબીબ મિત્રોના માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું અને તેઓ તાત્કાલિક સિવિલના પોસ્ટમોર્ટ રૂમની બહાર દોડી આવ્યા હતા.

આ દરમિયાન જાનકીબેનના માતા લતાબેનનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું, જેને લઈને સમગ્ર વાતાવરણ પણ ગમગીન બન્યું હતું. જાનકીના માતાએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે, “મારી દીકરીને સાસરિયાઓએ 10 વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર બેફામ ગાળો ભાંડતો હતો.” આ અંગે સ્થાનિક પોલીસે વાંકાનેર પોલીસને આ મામલે જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી મૃતક જાનકીબેનના પિતા ડો.મનસુખભાઈ અને માતા લતાબેનના નિવેદન પરથી સાસરિયાઓ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ આદરી છે.

જાનકીના પિતા મનસુખ ભાઈ ધોરાવાડીયા પણ ડોક્ટર છે. તેમને દિવ્યભાસ્કર મીડિયાને  જણાવ્યું કે મારી દીકરી જાનકીનું વાંકાનેરમાં મૃત્યુ થયું છે, એમાં મને શંકા છે કે, મારા જમાઇએ ટોર્ચરિંગ કરી આપઘાતમાં ખપાવવા ટ્રાય કરી હોય એવું લાગે છે. પોતે પોતાની રીતે ટ્રીટમેન્ટ કરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી મારી અરજ છે કે, આરોપી જમાઇને સખતમાં સખત સજા થાય, શંકાના દાયરામાં મારા જમાઇ પછી તેના મમ્મી ઇન્દુબેન, તેનો ભાઇ સંદિપ, તેના કાકા અજયભાઇ અને તેના કાકીજી પુષ્પાની ચડામણી 100 ટકા છે, આથી મને ન્યાય અપાવો, હું કાયદેસર ફરિયાદ કરવા માગું છું.”

Niraj Patel