ખબર

ક્યારે આવશે કોરોના વાયરસ ઉપર કાબુ? સવાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કર્યો ખુશ કરી દેનારો દાવો

હવે કોરોનાની ખેર નથી, જાણો શું છે ખુશખબરી

આપણા દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. રવિવારના રોજ એક જ દિવસમાં ભારતમાં સૌથી વધારે મામલા નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 78,761 નવા મામલા સામે આવ્યા.

જેના કારણે લોકો ચિંતા પણ અનુભવવા લાગ્યા. દેશમાં હવે સંક્રમણના મામલાની સંખ્યા 35 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે આ વાયરસના પ્રકોપથી 27 લાખ 13 હજાર જેટલા લોકો સાજા પણ થઇ ગયા છે. તો દેશભરમાં હવે એક ચિંતા લોકોને સતાવે છે કે આ વાયરસનો અંત ક્યારે આવશે ? ક્યારે તેના ઉપર કાબુ મેળવી શકાશે. આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને  દાવો કરતા જણાવ્યું છે કે દિવાળી સુધી તે લગભગ કોરોના સંક્ર્મણ ઉપર નિયંત્રણ કરી લેશે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે અંનતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત “નેશન ફર્સ્ટ” વેબ સેમિનારમાં ડો. હર્ષવર્ધને જણાવ્યું કે: “થોડા સમય પછી કોરોના વાયરસ પણ અતીતમાં આવેલા બીજા વાયરસની જેમ ફક્ત સ્થાનીય સમસ્યા બનીને રહી જશે. પરંતુ આ વાયરસે આપણને ઘણું બધું શીખવી દીધું છે. હવે આપણે બધા જ લોકોએ પોતાની જીવનશૈલીને લઈને વધારે સાવધાન અને સજાગ રહેવાની જરૂરિયાત છે.

Image Source

કોરોનાની વેક્સિનને લઈને પણ ડો. હર્ષવર્ધને જણાવ્યું કે આ વર્ષના અંત સુધી વેક્સીન વિકસિત કરી લેવાની આશા છે. હાલમાં દેશની અંદર કોરોનાની ત્રણ ત્રણ વેક્સીન ઉપર ઝડપથી કામ થઇ રહ્યું છે. આ ત્રણેય વેક્સીન માનવ પરીક્ષણના અલગ અલગ ટ્રાયલમાં છે. આ ત્રણેય વેક્સિન દેશની અલગ અલગ કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે.

Image Source

ભારતમાં સૌથી પહેલા ઓક્સફર્ડની વેક્સીન “કોવીશીલ્ડ” મળવાની આશા છે. હાલમાં તેનું બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં આ વેક્સીન બજારમાં આવી જશે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને ગાવી સાથે ભાગીદારી અંતર્ગત ભારત અને ઓછી આવક વાળા દેશો માટે વેક્સિનના 10 કરોડ ડોઝના ઉત્પાદન કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે.

Image Source

ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆરના સહયોગથી વિકસિત કોવેક્સિનના પહેલા ચરણનું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. બીજા ચરણના ટ્રાયલની તૈયારી ચાલી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બીજા ચરણનું ટ્રાયલ સપ્ટેમ્બરમાં થશે. તેના માટે સ્વયંસેવકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Image Source

અમદાવાદની ફાર્મ કંપની ઝાયડસ કેડિલાની વેક્સિનનું હાલમાં બીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. કંપનીના ચેરમને પંકજ પટેલના જણાવ્યા અનુસાર પહેલા ચરણમાં વેક્સીન સુરક્ષિત રહી છે. જે લોકોને પણ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા તેમને ડોક્ટરની ટિમ દ્વારા દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પરંતુ કોઈનામાં પણ કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળ્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.