ખબર

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કોરોનાના દર્દી સજા થવાને લઈને આપ્યા ખરાબ સમાચાર

ભારતમાં કોરોનાના મામલાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ગયા વર્ષ કરતા પણ આ વર્ષે પરિસ્થિતિ વધારે ખરાબ બનતી જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારના રોજ કોરોનાની હાલની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

સ્વાસ્થ્યમંત્રી ડૉ, હર્ષવર્ધને જણાવ્યું હતું કે “દેશમાં અત્યાર સુધી 1 કરોડ 19 લાખ 13 હજાર 292 લોકો કોરોનાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા હ્ચે. આપનો રિકવરી રેટ જે એક સમયે 96 માંથી 97 પહોંચી ગયો હતો તે હવે ઘટીને 91.22 ઉપર આવી ગયો છે.”

તેમને વધુમાં જણાવ્યું હતું કે, “149 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોવિડનો કોઈ નવો કેસ નથી સામે આવ્યો. 8 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં એક મામલો નથી જોવા મળ્યો. 3 જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં એક પણ મામલો નથી જોવા મળ્યો. હજુ 0.46 ટકા ગંભીર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. 2.31 ટકા આઈસીયુમાં છે અને 4.51 ટકા ઓસ્કિજન વાળા બેડ ઉપર છે.