જીવનશૈલી પ્રેરણાત્મક

લાદેને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આ ગુજરાતી ડોક્ટરનો સંપર્ક કર્યો, વાંચો દર્દીઓના ભગવાન ગણાતા ડોકટરના જીવન વિષે, તમે પણ નમન કરી ઉઠશો

ડોક્ટરને આપણે સૌ ભગવાન માનીએ છીએ. પરંતુ આજે ઘણીવાર ઘણા ડોક્ટરોને જોઈને મનમાં પ્રશ્ન થાય કે આ ડોક્ટર તો પૈસાના પુજારી છે એમને ભગવાન કેવી રીતે માની શકવા?

Image Source

પણ બધા જ ડોક્ટર એવા પણ નથી હોતા. ઘણા ડોક્ટરોમાં માનવતાના દર્શન પણ થતા જોવા મળે છે. આજે અમે એવા જ એક ગુજરાતના મહાન ડોક્ટર જેમને વિદેશોમાં કરોડોની કમાણી ઠુકરાવીને વતનની સેવા કરવા માટે અમદાવાદમાં આવીને વસી ગયા એવા ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબની વાત કરવા જઈ રહ્યા છે.

Image Source

ત્રિવેદી સાહેબનું જીવન પણ ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેમની સફળતા પાછળ તેમની અથાગ મહેનત અને ઊંડી સમજ રહેલી છે. એક ગુજરાતી તરીકે આપણને તેમના જીવન વિશે જાણી તેમના માટે માન થવું પણ સ્વાભાવિક છે. ચાલો જાણીએ તેમના જીવન વિશે.

Image Source

ડો.એચ.એલ. ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રરના ચરાવડા નામના ગામમાં થયો હતો. તેમનું નામ હરગોવિંદ હતું. પિતાનું નામ લક્ષ્મીશંકર અને માતાનું નામ શારદાબહેન હતું. તેમના પિતા શિક્ષક હતા. જેથી હરગોવિંદ પણ ભણવામાં ખુભ જ હોશયાર. તેઓ અમદાવાદની બી.જે. મેડીકલમાં ભણ્યા.

Image Source

વધુ સારી રીતે ભણવા માટે તેઓ વિદેશ જવા ઇચ્છતા હતા પરંતુ તેમની પાસે પ્લેનની ટિકિટના પૈસા હતા નહિ જેથી તેમને વિદેશની જે પણ યુનિવર્સીટીમાં પ્રવેશ માટે અરજી કરી તેની સાથે એકબીજા કાગળ પણ મોકલાવ્યો જેમાં તેમને પ્રવેશ સાથે વિમાનભાડું પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. એવું જણાવ્યું.

Image Source

અમેરિકાની એક યુનિવર્સીટીમાં તેમને પ્રવેશ મળી ગયો. તેમને ડૉ. ત્રિવેદી માટે ટિકિટ પણ મોકલી. અમેરિકામાં તેમને નેફ્રોલોજીમાં અભયાસ કર્યો. ત્યારબાદ તેમને કેનેડામાં 8 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી જેમાં તેમનું નામ વિશ્વભરમા વિખ્યાત થતું ગયું.

Image Source

તમને જાણીને નવાઈ લાગશે કે તમેની પ્રેક્ટિસ એટલી સરસ ચાલતી હતી કે એક સમયે કેનેડામાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિઓમાં ડૉ. એચ.એલ. ત્રિવેદીનું પણ નામ આવતું હતું. આથી રોલ્સ રોય કંપનીના લોકો ડૉ. ત્રિવેદીના ઘરે પોતાની કાર ખરીદવા માટેની વિનંતી કરવા પણ પહોંચ્યા હતા. પરંતુ ડૉ. ત્રિવેદીએ ના પાડી હતી.

Image Source

પોતાના વતન પ્રેમથી દોરાઇને આટલી ખ્યાતિ અને કરોડોની કમાણી મળતી હોવા છતાં પણ ડૉ. ત્રિવેદી વિદેશની ધરતી છોડીને અમદાવાદમાં આવી અને કિડની હોસ્પિટલની સ્થાપના કરી. આજે અમદાવાદની જ નહિ પણ ભારતની સૌથી મોટી કિડની હોસ્પિટલ તેમના નામે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમને ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાવ્યા. તેઓ એટલા નિષ્ણાત હતા કે દર્દીની હાલત જોઈને જ તે સમજી શકતા કે તેને કિડનીમાં શું તકલીફ છે.

Image Source

ડૉ. ત્રિવેદી પાસે ઈલાજ કરાવવામાં માટે દેશના જ નહિ વિદેશના લોકો પણ આવતા. દર્દીઓને રાહત દરે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ આ હોસ્પિટલમાં થતું. જેના કારણે ડૉ. ત્રિવેદી દર્દીઓના દેવતા તરીકે પણ ઓળખાયા.

Image Source

એક સમયે ઓસામા બિન લાદેને પણ તેની કીડીની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ડો.ત્રિવેદીનો સંપર્ક કરી તેમેં કરોડો રૂપિયાની ઓફર પણ કરી હતી. 2007માં કેટલાક લોકો ડૉ. ત્રિવેદીને મળવા માટે પણ આવ્યા હતા. તેમને પાકિસ્તાનની અંદર મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરી ડૉ.ત્રિવેદીને ત્યાં લઈ જઈને લાદેનની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની પણ ઓફર કરી હતી. ડૉ. ત્રિવેદીએ લાદેનની સર્જરી કરવા માટે તૈયારી તો બતાવી પરંતુ તેની સામે બે શરત મૂકી. પહેલી કે તેને અમદાવાદમાં આવીને ઓપરેશન કરાવવું પડશે અને બીજી ભારત સાથે શાંતિભર્યો વ્યવહાર કરવાનું વચન આપવું પડશે.

Image Source

ડૉ. ત્રિવેદી ખુબ જ સાદાઈ ભર્યું જીવન જીવવામાં માનતા બેંકે તેમને ક્રેડિટકાર્ડ માટે તેમના ઘરે મળવા ગયા ત્યારે ડૉ. ત્રિવેદીએ કહ્યું કે “હું અને મારાં પત્ની અહીં જ ક્વાર્ટરમાં રહીએ છીએ. શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ લેવા તે બહાર જાય તો ક્યારેક એવું બને કે 10-20 રૂપિયા ખૂટે. એ સ્થિતિમાં ઓ લોકો કહી દે કે અમે તમને ઓળખીએ છીએ, તમે ત્રિવેદી સાહેબનાં પત્ની છો ને? આવતા-જતાં આપી દેજો. અમારી ક્રેડિટ તો છે જ, કાર્ડની હવે ક્યાં જરૂર છે.”

Image Source

2 ઓક્ટોમ્બરના રોજ તેમને આપણી વચ્ચેથી વિદાય લીધી પરંતુ તેમના સેવા કાર્યો અને દેશ પ્રત્યેની ભાવના તેમને દર્દીઓના સાચા ભગવાન બનાવી ગઈ. આજે પણ તેમના કાર્યો અને તેમનું જીવન ઘણા લોકો માટે આદર્શ બની રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.