ખબર

અમદાવાદના આ મહિલા ડોક્ટરને સલામ છે, અત્યાર સુધી આયુર્વેદિક પદ્ધતિ દ્વારા 4200 કોરોના દર્દીઓને સાજા કરી દીધા

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાવવાની સાથે જ ડોકટરો ભગવાન બનીને આવ્યા, આ વાયરસ સામે એક માત્ર ડોક્ટર જ બચાવી શકે તેમ હતા, દુનિયાભરમાં લાખો કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત બન્યા અને હોસ્પિટલો પણ છલકાવવા લાગી, ત્યારે ડોક્ટરોએ પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર બીમાર લોકોને સાજા કર્યા અને નવું જીવન આપ્યું.

આવા જ એક ડોક્ટરની વાત આજે અમે કરવા જઈ રહ્યા છીએ, જેમને આયુર્વેદિક પદ્ધતિ દ્વારા અત્યાર સુધી 4200 કોરોના દર્દીઓને સાજા કરી દીધા છે. આ મહિલા ડોક્ટરનું નામ છે ડૉ. આરતી ભટ્ટ.

ડોક્ટર આરતીબેન ભટ્ટે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં કોરોનાના 4200 દર્દીઓને સાજા કરી દીધા છે. લોકડાઉનના સમય દરમિયાન પણ દર્દીઓને ફોન ઉપર જ કેવા પ્રકારની દવા લેવી અને કયો રિપોર્ટ કરાવવો તેના વિશે સમજાવતા હતા.

આરતીબેન છેલ્લા 38 વર્ષથી અમદાવાદમાં મણિનગર અને પાલડીમાં આયુર્વેદિક ક્લિનિક ચલાવી રહ્યં છે. આરતીબેન પાસે કોરોનાની સારવાર લીધેલા દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ હાલ સ્વસ્થ થઇ ગયા છે. આ ઉપરાંત 50 ટકા જેટલા દર્દીઓ તો માત્ર 10 કે 12 જ દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા. આજે પણ સારવાર લીધેલા તમામ દર્દીઓ ડોક્ટર આરતીબેન ભટ્ટના સંપર્કમાં છે.


ડોક્ટર આરતીબેન ભટ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ કરતા તેનો ડર લોકોમાં વધારે હતો. અને તેના કારણે જ ઘણા લોકો મને પ્રશ્ન પણ પૂછતાં હતા કે અમે લોકો ક્યાંય બહાર નથી નીકળતા, માસ્ક પહેરીએ છીએ તે છતાં પણ અમને કોરોના કેમનો થયો? આરતીબેન જણાવે છે કે રાજ્યમાં ઘણા એવા કેસો પણ સામે આવ્યા છે જેમાં દર્દી કોરોનાના ડરના કારણે મૃત્યુ પામ્યાં છે.

આરતીબેને વધુમાં જણાવ્યું હતું કે તે સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી કામ કરતા હતા. આ ઉપરાંત અમદાવાદ સિવિલમાં જઈને પણ 1200 બેડની હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે. દર્દીઓને જરૂરી માર્ગદર્શનની સાથે સાથે આયુર્વેદિક દવાઓ અને ઉકાળા પણ આપવાનું કામ કરે છે.

કોરોનાથી બચવા માટેના આ સરળ ઉપાય:

 • આદુ-સૂંઠ,લીંબુ, ફુદીનો, અજમો, કાળી દ્રાક્ષ, ગોળનો ઉકાળો પીવો જોઈએ.
 • સવારે પ્રાણાયામ-યોગ તેમજ હળવી કસરત કરવી જોઈએ.
 • દર 2-3 કલાકે અજમાના પાણીની નાસ લેવી જોઈએ.
 • દિવસ દરમિયાન હૂંફાળું પાણી જ પીવું,હૂંફાળા પાણીના રોજ કોગળા કરવા.
 • સાંજે 4 વાગે ફ્રૂટ્સ લેવું અને સાંજે 6થી 7 વાગે સાદું ભોજન જ લેવું.
 • દિવસમાં 3 વાર બન્ને નાકમાં અણુતેલનાં ટીપાં નાખવા જોઈએ.
 • શક્તિ માટે નારિયેળ અથવા લીંબુનું પાણી(ખાંડ વગર)1 વાર સવારે લેશો.
 • ખાંડનો ઉપયોગ, ફ્રિજનો ઉપયોગ બિલકુલ ના કરવો, દૂધ પણ હળદરવાળું જ પીવું જોઈએ.
 • રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી શાંતિથી સૂઈ જવું.
 • ઉજાગરો ના કરવો, એનાથી તબિયત બગડે છે.
 • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે ચિંતા ના કરવી, ચિંતા કરવાથી તબિયત વધારે બગડે છે.

સાભાર: દિવ્યભાસ્કર