ખબર

દીકરીના લગ્નની કંકોત્રી ઉપર જ સુસાઇડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, કારણ જાણીને મગજ જશે

આપણા સમાજની અંદર લગ્ન એક અનોખું બંધન છે. પરંતુ હજુ પણ આપણા સમાજમાં દહેજ જેવી પ્રથાઓને બાકાત કરવામાં નથી આવી. આજે પણ ઘણા લોકો દહેજ પ્રથાને અનુસરે છે. ત્યારે આ દહેજ ના જ કારણે કેટલીય દીકરીઓ અને કેટલાય પિતાઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.

એવો જ એક કિસ્સો હાલ હરિયાણા જિલ્લાના રેવાડીમાંથી સામે આવ્યો છે. જ્યાં દીકરીના પિતાએ લગ્નના એક દિવસ પહેલા જ લગ્નની કંકોત્રી ઉપર દહેજની માંગણી લખીને આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

મળતી માહિતી પ્રમાણે રેવાડીના રહેવા વાળા કૈલાશ તંવરે પોતાની દીકરીના લગ્ન ગુરુગ્રામના રહેવા વાળા સુનિલ કુમારના દીકરા રવિ સાથે નક્કી કર્યા હતા. લગ્નના સમારંભને શાનદાર બનાવવાની તૈયારીમાં પણ પિતા લાગી ગયા હતા. અહીંયા સુધી કે લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી હતી.

Image Source

પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ છોકરા વાળા દ્વારા 30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને સાથે એ પણ કહેવામાં આવ્યું કે જો 30 લાખ નહિ આપો તો જાન લઈને તેમને ઘરે નહિ આવે.

આ વાતથી છોકરીના પિતા કૈલાશ તંવર બહુ જ દુઃખી અને નિરાશ થઇ ગયા. જેના કારણે તેમને પોતાની દુકાનની અંદર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરિવાર વાળાને તેની જાણકારી ત્યારે થઇ જ્યારે કૈલાશ ચંદના બનેવી સવારે ચા લઈને ઓફિસ પહોંચ્યા.

Image Source

એટલું જ નહિ કૈલાશે આત્મહત્યા કરતા પહેલા દીકરીના લગ્નના કાર્ડ ઉપર સુસાઇડ નોટ પણ લખી હતી અને સરકારને દહેજ માંગવા વાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.

Image Source

સુસાઇડ નોટમાં તેમને લખ્યું કે: “હું 30 લાખ રૂપિયા છોકરા વાળાને દહેજમાં નથી આપી શકું તેમ. સમાજમાં ઈજ્જત બચાવવા માટે હું છોકરાના પિતા પાસે ગયો હતો. પરંતુ તે ના માન્યા અને સંબંધ માટે ના પાડી દીધી. એટલા માટે હું હવે આ સમાજમાં જીવતો નહીં રહી શકું અને મારા મૃત્યુના જવાબદાર પણ આજ લોકો છે.