એક્સપ્રેસ વે ઉપર ઉભેલી બસને બીજી ડબલ ડેકર બસે મારી ભયાનક ટક્કર, 8 લોકોના મોત અને કેટલાય લોકો ઘાયલ

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, હાલ એવા જે એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેમાં એક્સપ્રેસ વે ઉપર ઉભેલી બસને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ડબલ ડેકર બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થઇ થઇ ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માત આજે સોમવારના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સવારે સર્જાયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો સામસામે અથડાઈ હતી. આ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સવારે બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી જઈ રહેલી બે ડબલ ડેકર બસો વચ્ચે ટક્કર થઈ હતી. એક ડબલ ડેકર બસને બીજી ડબલ ડેકર બસે પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના પોઈન્ટ 25 પર બની હતી, જેમાં 8 મુસાફરોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીથી બિહાર જતી મોટાભાગની ખાનગી ડબલ ડેકર બસો મુસાફરો સાથે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરથી જાય છે. આજે પણ ઘણી બસો રવાના થઈ હતી. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે આગળની બસ ઉભી રહી ત્યારે તેને પાછળથી વધુ ઝડપે આવતી બીજી ડબલ ડેકર બસે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ડબલ ડેકર બસના 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બારાબંકી પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર બાદ લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર થયા હતા અને મૃતકોના પરિવારજનોને સમાચાર મોકલવામાં આવી રહ્યા છે.

બસમાં સવાર એક મુસાફરનું કહેવું છે કે અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો, અમે તે સમયે સૂતા હતા, જોરદાર ટક્કર થતાં આંખ ખુલી ત્યારે અમારી બસના ડ્રાઇવરે બીજી બસને ટક્કર મારી. બારાબંકીમાં હોસ્પિટલની બહાર બેઠેલી એક મહિલા રડી રહી છે. તેના પતિનું અવસાન થયું છે. વૃદ્ધ મહિલા તેના પતિ સાથે દિલ્હી જઈ રહી હતી.

Niraj Patel