લેખકની કલમે

દોસ્તીની પરિભાષા એટલે દોસ્ત જે શબ્દ ને દોસ્ત જે તેનો અર્થ, બાકી બધું દોસ્ત વગર હું વ્યર્થ…..

દોસ્તીની પરિભાષા

આજે ફ્રેન્ડશિપ દિવસ છે. ને સવારથી જ ફ્રેન્ડશિપ ડેનાં ઢગલો મેસેજો વોટ્સએપ ને ફેસબુકમાં જોઈને…સોફિયા વર્ષો પહેલા બનેલા અણધાર્યા બનાવે મળેલાં દિલોજાન મિત્રની યાદમાં ભૂતકાળનાં પ્રવાહોમાં ખેંચાઇ જાય છે.

સોફિયાએ આજે સવારથી જ વોટ્સએપ બંધ ઓપન કરી એકપણ મેસેજ નહોતો વાંચ્યો. કેમકે આજે સોફિયાને સમય જ નહોતો મળ્યો. બે દિવસ પછી ઈદ આવતી હોવાથી ઘરમાં જોરશોરથી ઈદની તૈયારીઓ થઈ રહી હતી ને સગાસંબધિઓ પણ આવી રહ્યા હતા.

આટલીબધી તડામાર તૈયારીમાં હોવા છ્તાં સોફિયાનું મન તો વોટ્સએપ મેસેજમાં જ ખૂંચ્યું હતું..એ થોડી થોડી વારે બેધ્યાન થઈ રહી હતી.

“સોફિયા, દેખો તો બચ્ચા, યે સલવાર કમીઝ મુજ પર ઈદ વાલે દિન જચેગા કી નહી “, સોફિયાની અમ્મીએ વોર્ડરોબમાઠી ઢગલો સલવાર કમીઝ લાવીને ધરી દીધા સોફિયા સામે ને ખુશી ખુશી પોતાની વ્હાલસોયી દીકરીને પૂછ્યું.
પણ સોફિયા તો વિચારોમાં મગ્ન….સાંભળે કોનું ? કહેવા પૂરતી જ એ ઘરે હતી પણ મનથી તો એ એની વોટ્સએપ દુનિયામાં મસ્ત ….

રાજ બિચારો શું કરતો હશે ? એ જમ્યો હશે કે નહી ? એણે કેટલાય મેસેજો કર્યા હશે. મે એકપણ મેસેજ રીડ નથી કરો. એ મને મૂકીને જામે છે પણ ક્યાં ? હું મારો જમતી હોય એવો ફોટો સેન્ડ કરું પછી તો એ જમવા બેસે છે. ભલે અમે મળ્યા નથી. પણ કેટલાય વર્ષો જૂનો અમારો નાતો છે. આવું વિચારતી સોફિયા અચાનક જ હેબતાઈ જાય છે એના અમ્મીનો અવાજ સાંભળી…!

“આપને કુછ કહા, અમ્મી …”

“જી નહી, તેરે અબ્બુને કહા હોંગા .યહાં અમ્મી દિખાઈ દે રહી હૈ તો મેને હી કુછ બોલા હોંગા ના ..”

“સોરી અમ્મી, “

અમ્મીએ ગુસ્સામાં આવી બધા જ સલવાર કમીઝ પાછા વોર્ડરોબમાં ગોઠવતા ગોઠવતા બબડે છે, “ પતા નહી આજકલ કી લડકીયા ખોઈ ખોઈ સી હી રહતી હૈ. અજીબ હૈ યે લડકીયા ભી…હમારા ભી જમાના થા પર હમ તો ઐસે કભી ન થૈ. યે લડકીયા સમજતી ક્યાં હૈ અપને આપ કો ….”

“*અમ્મી, આપ બે વજાહ ગુસ્સા કર રહી હો , ઐસી કોઈ બાત નહી હૈ..મે તો યુહી કુછ સોચ રહી થી..”

“મે ભી પહલે જુવાનથી, બાદ મે બુઢી હુઈ, મુજે સબ પતા ચાલતા હૈ “

“અમ્મી, ક્યાં આપ બી ઉલ્ટા સુલ્ટા બોલે હી જા રહી હો, મુજે મહેંદી લગાની હૈ…પ્લીઝ લગાદો ના…!”

“થોડીદર રૂક મેરી અમ્મા, મે પહલે મેરા વોર્ડરોબ તો ઠીક કરલું, વરના એસા ગંદા વોર્ડરોબ તેરે અબબૂ દેખેંગે તો જોર શોર સે ચીલ્લાંયેંગે. “

“ઠીક હૈ, તબ તક મે આપના કામ નીપટાલુ …, “ આટલું કહીને સોફિયાએ સવારથી ખૂણામાં પડેલા મોબાઇલને હાથમાં લીધો ને સીધી રાજની જ વોટ્સએપ વોલ ચેક કરી.

-હેલ્લો…..

ક્યાં ગાયબ છુ ?

શું કરે છે ? તું જમી , દિકા..?

મને તારી ખૂબ ચિંતા થાય છે.

આ યુ ઑ.કે અધરવાઇઝ ?

મિસ યુ દોસ્ત …..!

હેલ્લો …..

હેલ્લો …

હેલ્લો …..

આવા તો હેલ્લો ના ઢગલા…..!

અરે બકા, તું આટલી બધી ચિંતા નહિ કર ! તને કહ્યું તો હતું કે ઈદ છે .તું ભૂલી ગયો ? આજે સવારથી જ હું કામમાં હતી. તું પણ યાર ગજબ છે.

સોફિયા મેસેજ ઉપર મેસેજ કર્યે જતી હતી. સામેથી કોઈ જવાબ આપત ન હતું. હવે સોફિયાને પણ ચિંતા થવા લાગી. આમ તો રાજ અને સોફિયા ફ્સબુકથી મિત્ર બન્યા હતા. પણ જેમ જેમ સમય જતો ગયો ને વાતો કરતાં ગયા તેમ તેમ બન્ને વચ્ચેનો વિશ્વાસ વધતો ગયો ને આજે રાજ અને સોફિયાની મિત્રતા એમના પરિવારજનોએ પણ સ્વીકારી છે. નાત જાતના ભેદભાવ કરતાં માનવતા મહાન છે. જો તમારામાં માનવતા ને સંબંધ સાચવવાની કળા રહેલી હોય તો કોણ ના પડે એક સ્ત્રી અને પુરુષની મિત્રતા સ્વીકારવામાં…?

સોફિયાએ જોયું તો રાજના હજાર મેસેજ અને સો જેટલા મિસ કોલ હતા. આટલા બધા કોલ ? આવું તો એ કોઈ દિવસ ન કરે , શું કામ હશે આવું અરજન્ટ ? હું પણ કેવી મોબાઈલ પણ સાઈલેન્ટ રાખીને બેસી ગઈ હતી. તો ક્યાથી કોલની રિંગ પણ ક્યાથી સંભળાય ?

“અમ્મી, આજ રાજ કે પૂરે સો કોલ આયે પૂરે દિનભરમે…પતા નહી ક્યાં કામ હોંગા ? ઓર મેસેજમે તો કોઈ કામ નહી લીખા..સીર્ફ હેલ્લો હેલ્લો હેલ્લો હી હૈ…!”

“અચ્છા, કોલ કર લે ના તું ભી, પતા ચલ જાયેગા કી ક્યાં કામ હૈ. “

“કોલ તો કર્યો , પણ એ રિસીવ કરે તો ખ્યાલ આવે ને, કે શું કામ છે.”

“હમ્મમમ ……”

સોફિયા એએનઇ એની મમ્મી વાત જ કરી રહ્યાં છે. ત્યાં જે એક એમબ્યુલન્સ પૂર ઝડપે આવી ને સોફિયાના ઘર પાસે આવીને ઊભી રહે છે. રાજ હાંફળો ફાંફળો એમબ્યુલન્સમાંથી ઉતરી સીધો ઘરમાં આવે છે. હું કશું પૂછું એ પહેલાં જ રાજ મારી અમ્મીને ગળે વળગી રડવા લાગ્યો..ને એટલું જ બોલ્યો…”.અંકલ ઈઝ નો મોર ,…!”

અમ્મી તો કશું સમજ્યા નહી, પણ હું બધું જ સમજી ગઈ. મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ ને ધબાક……દઈને જમીન પર ઢસડી પડી. ન કશું બોલી શકી કે ન રડીને આવી પડેલું દુખ વહાવી શકી.

અમ્મી અને હું બંને સાવ નિરાધાર બની ગયા. અબ્બુ એક જ અમારો આધાર હતા. અને અબ્બુ વગરની જિંદગી ….. મે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આવી..!

અબ્બુ ઇદ હોવાથી ઘર માટે સામાન ખરીદવા માર્કેટ ગયા હતા. ત્યાં બે આંખલાઓ લડે છે ને અબ્બુ વચ્ચે આવ્યાં અજાણતા જે તો એક આખલાએ અબ્બુ પર તેના શીંઘડા મારી મારીને અધમૂઆ કરી નાખ્યાં. બરાબર એ જ સમયે રાજની મમ્મી શાક લેવા માર્કેટમાં આવ્યાં હતા. ને એમણે અબ્બુને આવી હાલાતમાં જોયા ને રાજને કોલ કરી બોલાવી લીધો. રાજ હતો એટ્લે અબ્બુની સારવાર સારી હોસ્પીટલમાં કરાવવા લઈ ગયો ને હોસ્પીટલમાં ડોક્ટરને કકહ્યું હું એમનો દીકરો છુ. બધી જવાબદારી મારી તમે ટ્રીટમેંટ શરૂ કરો. ડોક્ટરે બધુ કર્યું..પણ અબ્બુ…. !!
અમ્મી તો અબ્બુને જોઈને સહી ન શકાય એવો કલ્પાંત કરવા લાગ્યાં.

“યે ક્યાં હો ગયા આપકો, આપને વાદા કીયા થા જિંદગીભર સાથ નિભાને કા, મે જીયુ તો અબ કીસકે લીયે જીયુ જિંદગી, મેરી સાંસ ભી આપસે જુડી હૈ…”

એક બાજુ અબ્બુની ડેડ બોડી એનઇ એકબાજુ અમ્મીનો સહી ન શકાય એવો આક્રંદ વલોપાત…! ઇ સમયે જો રાજ ન હોત તો અમારું શું થાત, ચાચા , ચાચી, બુઆ ઓર બુઆ કી લડકી સબ લોગ તો થે હી. પર મુજે દિલાસા તો રાજ ને હી દિયા.

અબ્બુ હવે અમારી દુનિયામાં નથી. એએજેઇ બાર બાર દિવસ થઈ ગયાં. પરિવારજનો તો આવીને આશ્વાસન આપી જતાં રહે. પણ અમારી જિંદગી કેમ ચાલતી હશે…એ વિશે કોઈ ન પૂછે .

રાજ એક હિન્દુ પરિવારમાંથી આવતો હતો. અત્યારે બધે ધર્મ ને નાત જાતનાં હિસાબે કોઈ કોઈને બોલાવતું પણ નથી. ત્યારે એક મિત્રતાનાં નાતે રાજે અને તેની ફેમિલીએ અમને મા- દીકરીને ક્યારેય એકલાં પડવા નથી દીધાં.
આજે અબ્બુ નથી એને પાંચ વર્ષ થયાં. મારા લગ્ન પણ હિન્દુ રીત રિવાજથી ને ધામધૂમથી મને કન્યાદાન આપીને કર્યા. આ બધુ જે ખાલી રાજ સાથેની દોસ્તીના કારણે ..!

મને ફેસબુકથી એક સારો મિત્ર મળ્યો છે. આસુને લૂછનાર ને રડવા માટે ખભ્ભો આપનાર સાથી મળ્યો ને એના થકી મને દીકરી જેવો વ્હાલ કરતાં મા બાપ પણ મળ્યાં. જ્યારે મારી અમ્મીને એક દીકરો મળ્યો. અત્યારે હું સાસરે છું. પણ મારા એ મિત્રનાં ઘરે મારી અમ્મી રહે છે. ને એ દોસ્તના ઘરે જેટલી ઉત્સાહથી દિવાળી ઉજવાય છે તેટલાં જે હર્ષથી ઈદ પણ ઉજવવામાં આવે છે. એ ઘરે રોજ સવારસાંજ આરતી પણ થાય છે ને દિવસમાં પાંચ વાર નમાજ પણ પઢાય છે.

ખરેખર દોસ્તીની પરિભાષા એટ્લે ન કોઈ ધર્મ , ન કોઈ નાત જાતનાં બંધન. દોસ્તી એટ્લે ઓન્લી દોસ્તી ..દોસ્તી ને દોસ્તી જ…!

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.