આલુ, ચીઝ પનીર વાળા ઢોસા તો તમે ખાધા જ હશે, પરંતુ આ ભાઈએ બનાવ્યા આઈસ્ક્રીમ ઢોસા, લોકોએ કહ્યું, “કંઈક તો શરમ કરો ભાઈ…”

સોશિયલ મીડિયાની અંદર ખાણીપીણીને લગતા ઘણા વીડિયો તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઘણા રસોઈયા અવનવી રીતે ખાવાની ઘણી વાનગીઓ બનાવતા હોય છે, હાલ એવો જ એક વીડિયોએ ખાણીપીણીના રસિયાઓનું મોઢું બગાડી દીધું છે અને વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અત્યાર સુધી તમે આલુ, પનીર, ચીઝ, નુડલ્સ વાળા ઢોસા જરૂર ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય આઈસ્ક્રીમ વાળા ઢોસા ખાધા છે ? હાલ સોશિયલ મીડિયામાં એક આઈસ્ક્રીમ ઢોસાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, ફક્ત આઈસ્ક્રીમ જ નહિ આ ઢોસા બનવાનારો ભાઈ ઢોસામાં ડેરી મિલ્ક પણ છીણીને નાખી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક ભાઈ રોડની બાજુની કોઈ જગ્યાએ ઢોસા વેચી રહ્યો છે, અને વીડિયોમાં તે ઢોસા બનાવતો નજર આવે છે. ઢોસા માટે તેને ઢોસાનું ખીરું તવા ઉપર ફેલાવી દીધું છે અને તેની ઉપર તેને આઈસ્ક્રીમ રાખ્યો છે, પછી તે તેમાં ચોકલેટ સીરપ નાખે છે, અને પછી બટર તેના બાદ આ બધાને ઢોસા ઉપર ફેલાવી દે છે, જેના બાદ તે ડેરી મિલ્ક ચોકલેટ લઈને છીણી નાખે છે.

થોડીવાર ઢોસાને ચઢવા દીધા બાદ તે નાના નાના પીસ કરીને ઢોસાને કટ કરી લે છે. અને પછી ગ્રાહકને પીરસે છે. આ ઢોસાનું નામ તે વીડિયોની અંદર ચોકલેટ ઢોસા જણાવી રહ્યો છે, તો તેની કિંમત વિશે જણાવતા આ ચોકલેટ ઢોસાની કિંમત તે 200 રૂપિયા કહી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, ફૂડ રસિયાઓને આ રેસિપી થોડી વિચિત્ર પણ લાગી રહી છે.

Niraj Patel