આ વ્યક્તિએ 40 ડિગ્રી ગરમીમાં સ્કૂટીની સીટ પર બનાવી દીધી સાઉથ ઇન્ડિયનની ફેમસ આઈટમ, જુઓ વીડિયો

સૂર્યનો તાપ એટલો બધો છે કે હૈદરાબાદમાં એક વ્યક્તિએ તેની સ્કૂટીની સીટ પર ગરમ ઢોસો બનાવી દીધો. તેનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. જોકે આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ પહેલા પણ કેટલાક લોકો કારના બોનેટ પર આમલેટ બનાવતા વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે.

લૂ એતો હાલત ખરાબ કરી દીધી છે. તાપમાનનો પારો 45 ડિગ્રીને આંબી ગયો છે. જનતા કહી રહી છે હાય ગરમી, હાય ગરમી…. સૌ કોઈ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં લોકો ઠંડી હવા, છાંયડો, પાણી અને લીંબુ વડે ગરમી સામે લડી રહ્યા છે. પણ સૂર્યનો તાપ એટલો બધો છે કે હૈદરાબાદમાં એક માણસે તેની સ્કૂટીની સીટ પર ગરમ ઢોસો બનાવી દીધો. તેનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં એક પ્રોફેશનલે વેસ્પા ઢોસાને 40 ડિગ્રી તાપમાનમાં બનાવ્યો હતો. મહેરબાની કરીને ઘરે આનો પ્રયાસ કરશો નહીં. વાયરલ વીડિયોમાં એક માણસ તડકામાં ઉભેલી સ્કૂટી પર ઢોસાનું બેટર ફેલાવતો જોઈ શકાય છે. થોડા સમય પછી તે ઢોસો તૈયાર થઇ જાય છે અને વ્યક્તિ તેને ફેરવે છે. આ સાથે વિડિયો પૂરો થઇ થાય છે. આ બધું જોઈને જ્યાં કેટલાક લોકોએ કહ્યું કે ઉનાળો ખરેખર આવો છે તો કેટલાકે કહ્યું કે આ એડિટીંગનો કમાલ છે.

આ વીડિયોને streetfoodofbhagyanagrના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને 3 લાખથી વધુ લાઈક્સ અને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે જ લોકો આના પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમ કે કેટલાક યુઝર્સે લખ્યું – આ નકલી છે, કેટલાક તેને સત્ય કહી રહ્યા છે. જ્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકોએ કહ્યું કે ગેસ બચાવવાનો આ જ સાચો જુગાડ છે!

Dhruvi Pandya