જીવનશૈલી મનોરંજન

જાણો શું કરે છે રામાયણના આ અમર પાત્રો? જુઓ રામ, સીતા અને રાવણની લેટેસ્ટ તસ્વીરો

રામાયણ પર તો ન જાણે કેટલીય સિરિયલ બની ગઈ છે પણ 25 જાન્યુઆરી 1987ના રોજ દૂરદર્શનમાં શરુ થયેલ રામાનંદ સાગરની રામાયણએ ઇતિહાસ રચ્યો હતો. આજે પણ 1986-1988ની વચ્ચે પ્રસારિત થતી આ સીરિયલના એક્ટરોને લોકો એના સાચા નામની જગ્યાએ તેના પાત્રોના નામથી જ ઓળખતા થઇ ગયા હતા.

 Image Source

આ સિરિયલ આટલી પોપ્યુલર હતી કે તેના પાત્રોને લોકો આજે પણ યાદ કરે છે, અને આજની તારીખમાં એ લોકો શું કરે છે તે જાણવા માંગે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે હાલમાં શું કરે છે રામાયણના એ રામ-સીતા અને રાવણ.

 Image Source

રામાયણમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. એ સમય દરમિયાન અરુણ ગોવિલને લોકો ભગવાન રામ સમજી બેઠા હતા. એ જ્યાં પણ જતા ત્યાં બધા લોકો તેના પગે પડીને આશીર્વાદ લેતા હતા.

Image Source

રામાયણ બાદ અરુણ ગોવિલે લવ-કુશ, કૈસે કહું, બુદ્ધા, અપરાજિત, વો હુએ ના હમારે અને પ્યાર કી કશ્તી જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. પણ જે લોકપ્રિયતા તેમને રામાયણથી મળી હતી તે બીજે ક્યાંયથી ન મળી. અરુણ આજકાલ મુંબઈમાં એક પ્રોડક્શન કંપની ચલાવે છે, જે દૂરદર્શન માટે સિરિયલ બનાવે છે.

રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાને લોકો આજે પણ સીતાના રૂપમાં યાદ કરે છે. આમ તો ઘણી અભિનેત્રીઓએ સીતાનું પાત્ર ભજવ્યું છે પણ દીપિકા જેવો જાદુ કોઈનો નથી ચાલ્યો.

 

View this post on Instagram

 

Happy Birthday to Deepika Chikhalia #DeepikaChikhalia #DeepikaTopiwala #Actress About: http://bit.ly/2pHBvwO

A post shared by Celebrity Born (@celebrityborn) on

રામાયણ પછી દીપિકાએ ઘણી સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કર્યું હતું. 1991માં દીપિકા વડોદરાથી લોકસભા ચૂંટણી પણ જીતી હતી. 1986માં દીપિકા ચીખલીયાએ જે સીતા તરીકેનો રોલ ભજવ્યો તેવી લોકપ્રિયતા આજ સુધી કોઈ મેળવી શક્યું નથી.

દીપિકા ચીખલીયાને ટ્રેડિશનલ વૅર પસંદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને શોર્ટ્સ કરતા સાડી અને જીન્સ પહેરવું પણ પસંદ છે. 30 ઓગસ્ટએ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ રજૂ થઈ હતી જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી અને દીપિકા ચીખલીયા ટોપીવાલાનો અભિનય કર્યો હતો. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી અને મજબૂત અભિનયથી ભરેલી સરસ ફિલ્મના લોકોએ ખુબ વખાણ કર્યા હતા.

પરંતુ જલ્દી જ તેને કંટાળી અને રાજનીતિ છોડી દીધી હતી.

રામાયણમાં રામ અને સીતાનું પાત્ર ભજવવાવાળા એક્ટર્સને જેટલો પ્રેમ મળ્યો હતો એટલો જ પ્રેમ રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને મળ્યો હતો.

Image Source

અરવિંદે લગભગ 250 જેટલી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમને સાચી ઓળખ રામાયણથી જ મળી હતી. અરવિંદની પત્નીને લોકો સાચે મંદોદરી કહેવા લાગ્યા હતા. તેમના બાળકોને લોકો રાવણના બાળકો કહેવા લાગ્યા હતા.

Image Source

રામાયણ પછી અરવિંદે થોડી સિરિયલોમાં કામ કર્યું અને પછી તે અચાનક ટીવી જગતમાંથી ગાયબ જ થઇ ગયા હતા. અરવિંદ 1991માં ભાજપમાં જોડાયા હતા. એ અડવાણી અને અટલ બિહારી વાજપેયીના ઘણા નજીક છે. અરવિંદે ભલે રાવણનો રોલ ભજવ્યો હોય પરંતુ તે રામના સૌથી મોટા ભક્ત છે.

Image Source

દારા સિંહે રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. જો કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.