ભારતમાં કોરોનાને લીધે પ્રવર્તી રહેલા સંક્રમણકાળમાં સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શન હાલ દરેક ખાનગી ચેનલને પછાડીને ટોચનાં સ્થાને આવી ગઈ છે. કહેવાની જરૂર નથી કે, આ પ્રતાપ દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટ થઈ રહેલી ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરિયલનો છે!

એક સમયે ટીઆરપીની રેસમાં દૂરદર્શનનું ક્યાંય નામ જોવા નહોતું મળતું, અત્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર.ચોપરાની ‘મહાભારત’ને લીધે ચેનલની ટીઆરપી એટલી વધી ચૂકી છે કે બીજી ખાનગી ચેનલો માટે બીજું સ્થાન જ બચ્યું છે. લાગલગાટ ત્રીજું અઠવાડિયું ચાલે છે જ્યારે દૂરદર્શન ટોચ પર છે.
રામાયણને મળેલો લાજવાબ પ્રતિસાદ:
પ્રસાર ભારતીએ થોડા દિવસ અગાઉ સીરિયલોની વ્યૂઅરશિપના આંકડા બહાર પાડ્યા છે. એમાં રામાયણ ટોચ પર છે. રામાયણની વ્યૂઅરશિપ ૭૫.૯ કરોડ છે, જ્યારે મહાભારતની વ્યૂઅરશિપ ૨૨.૮ કરોડ છે. ત્રીજા નંબર પર ‘શક્તિમાન’ અને ચોથા ક્રમ પર ‘ચાણક્ય’ આવે છે. આ આંકડા દૂરદર્શન ચેનલ પર પ્રસારિત થતી સીરિયલોના છે.

આ પાંચ સીરિયલોની બોલબાલા:
ભારતભરમાં હાલ ‘રામાયણ’ સીરિયલ સૌથી વધારે લોકપ્રિય છે. બીજા નંબર પર ‘મહાભારત’ આવે છે. સીરિયલોની લોકપ્રિયતામાં ત્રીજો નંબર ‘બાબા ઐસો વર ઢૂંઢો’, ચોથા નંબર પર ‘મહિમા શનિદેવ કી’ અને પાંચમા ક્રમાંકે ‘બંદિની’ રહી છે. છેલ્લી ત્રણ સીરિયલ દંગલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી રહી છે. ટીઆરપીની લિસ્ટમાં દંગલ દૂરદર્શન બાદ બીજા નંબરે આવે છે.
રામાયણની લોકપ્રિયતા ગ્રામ્ય ઇલાકાઓમાં અને શહેરી વિસ્તારોમાં સમાન છે, વધારે પડતી છે. દૂરદર્શન હવે રામાનંદ સાગર દ્વારા બનાવેલી ‘શ્રી ક્રિષ્ના’ સીરિયલનું રિ-ટેલિકાસ્ટ કરશે, જે ટૂંક સમયમાં ચેનલ પર દેખાડવામાં આવશે.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.