રસોઈ

દૂધપૌવા – આ શરદપૂનમ સ્પેશિયલ તૂટી ફૂટી અને કેસર ફ્લેવરના પૌવા, ખાસ તમારા માટે જ છે. તો બનાવો છો ને ?

ગુજરાતમાં બધા જ ગુજરાતીઓને શરદપૂનમની રાતે દૂધપૌવા ખાવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ચંદ્રના પ્રકાશમાંથી અમ્રુત ઝરે છે ને એના પ્રકાશમાં મુકેલ દૂધ પૌવા ખાવાથી વ્યક્તિ માટે અને એના આવનાર જીવન માટે ખૂબ જ સારા શુકન છે. તો આજે અમે તમારા માટે એક નહી પણ અલગ અલગ બે ફ્લેવરના દૂધપૌવા લઈને આવ્યા છીએ. બનાવો ને ખવડાવો નાના મોટા સૌને..

સામગ્રી

  • દૂધ 500 મિલી
  • જાડા પૌવા 100 ગ્રામ
  • ખાંડ 3 ચમચી
  • કેસર ઈલાયચી
  • તૂટી ફૂટી કાજુ બદામ

રીત
1.સૌપ્રથમ દૂધ ને ગરમ કરી લો અને પૌવા ને પાણી માં પલાળી પૌવા ને ધોઈ ને પાણી કાઢી લો.
2. પછી દૂધ ને ગરમ કરી લો અને દૂધ 1 ઉભરો આવે ત્યાં સુધીજ ગરમ કરો અને ખાંડ ઉમેરી હલાવો.
એને 2 અલગ અલગ ભાગ કરી લો
3.અને એક બાઉલ માં કેસર અને ઈલાયચી એડ કરો અને હલાવો .
4.અને એમાં પૌવા એડ કરી મિક્સ કરી લો
અને બીજા બાઉલ માં તૂટી ફૂટી કાજુ બદામ એડ કરો અને તૂટીફૂટી એડ કરી હલાવો.
ત્યારબાદ એમાં પલાળેલા પૌવા ઉમેરી સરસ મજાનું હલાવો.
તો તૈયાર છે તમારા એકસાથે બે ટેસ્ટના અને અલગ અલગ ફ્લેવરના દૂધ પૌવા…સર્વ કરી પૂનમની રાતે આછા ચાંદના પ્રકાશમાં ખાવાની મજા માણો.
નોંધ : કેસર ને 1 ચમચી દૂધ માં પલાળી રાખો જેનાથી કલર પકડાઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે, ફ્લેવર વાળા દૂધ પૌંવા બનાવવાની વિગતવાર રીતનો વિડીયો :
શરદ પૂનમની રાત રે હું રે માનવું મારાં સાયબા ને…તો જરૂરથી બનાવજો તમારા સાયબા માટે જરૂરથી બનાવજો અને કેજો રેસિપી કેવી લાગી