હેલ્થ

99% લોકો નથી જાણતા લીંબુ પાણી બનાવવાની સાચી રીત, એટલા માટે જ નથી ઘટતું વજન

હાલના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન છે અને મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણે મેદસ્વીપણાને ઘટાડવા માટે જીમમાં જઇએ છીએ અને બીજું પણ કેટ-કેટલુંય કરીએ છીએ. જો તમે જીમમાં જવા નથી માંગતા પરંતુ વજન ઓછું કરવા માંગો છો, તો આજે અમે તમને એક ડ્રિન્ક વિશે જણાવીશું કે જેનું સેવન 2-3 અઠવાડિયા સુધી કર્યા બાદ તમને ચોક્કસથી ફાયદો થશે અને તમે જાતે જ અનુભવશો કે તમારું વજન 2 થી 3 કિલો ઘટી ગયું છે.

એમ તો આપણે લીંબુ પાણીના ફાયદાથી વાકેફ છીએ, આપણે ગરમીમાં શરીરને ઠંડુ કરવા માટે અને ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી જ પીતા હોઈએ છીએ. પરંતુ આજે અહીં આપણે લીંબુના છાલમાંથી બનાવેલા ડ્રિન્કના ફાયદા વિશે જાણીશું. આ સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. આ ડ્રિન્ક માત્ર વજન જ નહિ ઘટાડે પણ આપણા શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરશે અને ત્વચાને પણ ચમકદાર બનાવશે.

Image Source

લીંબુ આપણા શરીરના મેટાબોલિઝમને વધારે છે અને સાથે તેમાંનું સાઇટ્રિક એસિડ શરીરની જામેલી જિદ્દી ચરબીને દૂર કરવામાં પણ ઘણી ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડની વધુ માત્રા હોય છે આપણી ત્વચા, પાચન અને કિડનીના રોગોમાં લાભકારી માનવામાં આવે છે.

વજન ઘટાડવા દરમિયાન, લોકો લીંબુ પાણી પીવે છે પણ ઘણીવાર ફરિયાદ કરે છે કે સવારે લીંબુ પાણી પીવા છતાં, તેઓને કોઈ ખાસ પરિણામ નથી મળી રહ્યું, અને વજન જેમનું તેમ જ છે. ઘણા લોકો લીંબુ પાણીમાં મધ નાખીને પીવે છે તો કેટલાય લોકો ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પી જાય છે. પરંતુ પેટની ચરબી ઘટાડવા માટે, લીંબુ પાણી ત્યાં સુધી તમારા શરીર પર અસર નહિ બતાવે જ્યાં સુધી એને સાચી રીતે ન બનાવવામાં આવે.

Image Source

લીંબુ પાણી બનાવતી વખતે કેટલીક સામાન્ય ભૂલો આપણે કરીએ છીએ જે આપણે ક્યારેય ન કરવી જોઈએ.

લીંબુ પાણી બનાવવાની સાચી રીત જાણી લઈએ, જે લોકો વજન ઘટાડવા માટે લીંબુ પાણી પીવે છે એ લોકોએ ભૂલથી પણ ખાંડ ના ઉમેરવી જોઈએ. ખાંડ લીંબુની અસરને પણ ઘટાડે છે અને સાથે જ ખાંડના સેવનથી વજન ઘટવાને બદલે વધવા લાગે છે.

જો તમે લીંબુ પાણીમાં મધનો ઉપયોગ કરી રહ્યા છો, તો ગરમ પાણીમાં મધ ન નાખો કેમ કે ગરમ પાણીમાં મધ ઉમેરવાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે. ઉકાળેલા પાણીને થોડુંક ઠંડુ થવા દો, ત્યારબાદ તેમાં મધ ઉમેરો, જો પાણી સંપૂર્ણ ઠંડુ થઈ જાય, તો તેને ભૂલથી પણ ફરીથી ગરમ ન કરો. કારણ કે આવું કરવાથી લીંબુ અને મધના પોષક તત્વો ખતમ થઈ જાય છે અને આપણે તેનો સંપૂર્ણ ફાયદો મળતો નથી. આ સિવાય જો તમે ગરમીથી રાહત મેળવવા માટે લીંબુનું સેવન કરો છો તો તમે આ પાણીમાં ખાંડનો ઉપયોગ કરી શકો છો.

Image Source

તો ચાલો આપણે જાણીએ કે લીંબુનો સંપૂર્ણ લાભ લેવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો –

મોટાભાગના લોકો જાણતા નથી કે લીંબુની છાલમાં લીંબુના રસ કરતા વધુ પોષકતત્વો હોય છે. 1 લીંબુની છાલમાં 10 લીંબુના રસ કરતા વધુ પોષક તત્વો હોય છે. પરંતુ મોટાભાગના લોકો લીંબુનો રસ કાઢીને તેની છાલ કચરામાં ફેંકી દે છે. આ જ લીંબુની છાલ વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓને મટાડવામા ઘણું ફાયદાકારક હોય છે. લીંબુની છાલના ઉપરના ભાગમાંથી મળતું તેલ વજન ઘટાડવા માટે ચમત્કારિક રૂપથી અસર કરે છે.

લીંબુની છાલનો ઉપયોગ કરવા માટે હંમેશા એવું લીંબુ પસંદ કરો કે જેની છાલ થોડી જાડી હોય. જો તમે વજન ઘટાડવા માટે લીંબુ પાણીનું બનાવો છો, તો ધ્યાનમાં રાખો કે તમે લીંબુની છાલ જે ફેંકી દો છો, એ બિલકુલ ન ફેંકો, કારણ કે લીંબુ કરતા વધારે લીંબુની ચામડી વધારે ફાયદાકારક હોય છે. એના માટે સૌથી પહેલા લીંબુની છાલને છીણી લો. પણ ધ્યાન રાખો કે માત્ર પીળો જ ભાગ છીનવાનો છે. સફેદ ભાગ નહિ. આ પછી એક ગ્લાસ પાણી ગરમ કરો. તે પછી તે છીણેલી છાલને ગરમ પાણીમાં નાંખો. તેને 2-3 મિનિટ ઠંડુ થવા દો અને તે નવશેકું થાય એટલે તેમાં અડધો લીંબુનો રસ નાખો. આ રીતે ડ્રિન્ક તૈયાર થઈ જશે. સ્વાદ માટે તેમાં મધ પણ નાખી શકાય.

Image Source

આ રીતે તૈયાર કરેલા લીંબુ પાણીના ફાયદા –

વજન ઘટાડવા માટે લીંબુની છાલથી બનેલું આ ડ્રિન્ક એક સામાન્ય લીંબુ પાણી કરતા વધુ સારું છે. લીંબુની ત્વચાથી બનેલું આ પીણું વજન ઘટાડવા માટે નિયમિત લીંબુના પાણી કરતાં ઘણું વધારે છે. દરરોજ સવારે ખાલી પેટે આ ડ્રિન્કનું સેવન કરવાથી શરૂઆતના માત્ર ૭ દિવસમાં જ તેની શરીર પર અસર દેખાવાનું શરુ થઇ જાય છે અને ધીરે ધીરે તમે તમારા શરીરમાં બદલાવ અનુભવશો. વજન ઓછું કરવાની સાથે સાથે, આપણને તેનાથી ઘણા ફાયદાઓ થાય છે. તે શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. ચહેરા પરના ડાઘ અને કરચલીઓને દૂર કરીને ચહેરાના રંગને અંદરથી નિખારે છે. સાથે જ લીવરમાં જામેલી ગંદકીને દૂર કરવા માટે પણ આ ડ્રિન્કનો ઉપયોગ કરી શકાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.