ધાર્મિક-દુનિયા

પૂજા દરમ્યાન ન રાખો આ સામગ્રીઓને જમીન પર, નારાજ થાય છે ભગવાન, જાણો કઈ છે આ સામગ્રીઓ

આપણે દરેકના ઘરોમાં ભગવાનની પૂજા રોજ થતી જ હશે, બધાના ઘરોમાં દેવસ્થાન હશે એટલે કે એક નાનું મંદિર હશે, જેને ઘરનું મંદિર કહીએ છીએ. આપણે રોજ આપણા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરીએ છીએ, અને ઘરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ ક્યારેક આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેના કારણે આપણા જીવનમાંથી પરેશાનીઓ દૂર નથી થતી, અને આપણને આપણી પૂજાનું ફળ નથી મળતું.

Image Source

તો ઘરમાં પૂજા કરવા દરમ્યાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, નહિ તો જો અજાણતામાં આપણે કોઈ ભૂલ કરી બેસીએ તો એના અશુભ ફળ આપણે ભોગવવા પડે છે. તો તમને જણાવી દઈએ કે પૂજા કરતા સમયે એવી કેટલીક સામગ્રીઓ હોય છે કે જીને જમીન પર ન રાખવી જોઈએ, નહિ તો આના કારણે ભગવાન આપણાથી નારાજ થઇ શકે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ હોય છે કે જેને જમીન પર ન મુકવી જોઈએ –

1. પાણીનો કળશ –

Image Source

કોઈ પણ પૂજા કરવા દરમ્યાન મહત્વની વસ્તુ હોય છે પાણીનો કળશ, પણ એ વાતને અચૂક ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે પાણીના કળશને સીધો જ જમીન પર ન મુકવો, એના બદલે એને થાળીમાં રાખવો જોઈએ.

2. દીવો –

Image Source

દરેક ઘરના મંદિરમાં રોજ સવાર સાંજ દીવો કરવામાં આવતો હોય છે અને પૂજાપાઠ દરમ્યાન આ દીવો પ્રગટાવવામાં આવતો હોય છે કે પણ ધ્યાન રાખો કે દીવો સીધો જ જમીન પર ન મુકો, એના બદલે એની નીચે થોડા ચોખા મૂકી શકો છો.

3. દેવી-દેવતાની મૂર્તિઓ –

Image Source

બધાના જ ઘરોમાં મંદિરોમાં દેવીદેવતાની મૂર્તિઓ અથવા તસ્વીરો રાખવામાં આવે છે. પૂજા સમયે ઘણીવાર આપણે આ મૂર્તિઓને સીધી જ જમીન પર મૂકી દઈએ છીએ, પરંતુ આ યોગ્ય માનવામાં નથી આવતું. મૂર્તિઓને લાકડાના કે સોના-ચાંદીના બાજઠ, પાટલા કે સિંહાસન પર થોડા ચોખા મૂકીને મુકવી જોઈએ.

4. ફૂલ –

Image Source

મોટાભાગના લોકો ભગવાનને ચઢાવવા માટે લાવેલા ફૂલોને સીધા જ જમીન પર મૂકી દે છે. અને ભગવાનને અર્પિત કરતા સમયે પણ એને સીધા જમીન પર જ મૂકી દે છે પણ આ યોગ્ય માનવામાં નથી આવતું. ફૂલોને કોઈ પવિત્ર ધાતુના વાસણમાં અથવા કોઈ પણ સાફ વાસણમાં મુકવા જોઈએ.

5. શાલિગ્રામ –

Image Source

આપણે પૂજા દરમ્યાન શાલિગ્રામને સીધો જમીન પર ન મુકવો જોઈએ. શાલિગ્રામને કોઈ સાફ રેશમી કપડાં પર મુકવો જોઈએ.

6. પૂજાની સોપારી –

Image Source

પૂજા દરમ્યાન સોપારીનું વિશેષ મહત્વ હોય છે, કોઈ પણ શુભ કાર્ય કરવામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ક્યારેય પણ પૂજાપાઠ દરમ્યાન સોપારીની સીધી જ જમીન પર ન મુકવી જોઈએ અને એને બદલે કોઈ સિક્કા પર મુવી જોઈએ.

7. જનોઈ –

Image Source

પૂજા દરમ્યાન દેવી-દેવતાઓને જનોઈ ચઢાવવામાં આવે છે, એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જનોઈ ભગવાનને અર્પિત કરતા સમયે સીધી જ જમીન પર ન મુકવી અને એને કોઈ સાફ કપડાં પર મુકવી જોઈએ.

8. શંખ –

Image Source

આપણા મંદિરમાં શંખ અચૂક રાખવામાં આવે છે, અને પૂજા દરમ્યાન શંખને સીધા જમીન પર મુકવાને બદલે કોઈ સાફ કપડાં પર કે લાકડાના પાટલા પર મૂકી શકાય છે.

તો ઉપરોક્ત તમને એ સામગ્રીઓ દર્શાવવામાં આવી છે કે જેને પૂજા દરમ્યાન સીધી જ જમીન પર ન મુકવી જોઈએ. ભગવાનની પૂજા દરમ્યાન એ વાતનું અચૂક ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુઓને સીધી જ જમીન પર ન મુકો. નહિ તો તમારાથી થયેલી આ ભૂલ તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. ભગવાનના વસ્ત્રો પણ પૂજા સમયે બદલી દેવા જોઈએ અને તેમના આભૂષણો પણ જમીન પર સીધા જ ન મુકવા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.