ઘરની અંદર મંદિરમાં આ વસ્તુઓ કયારેય ન રાખો, કંકાશ નહિ થાય દૂર

0

દરેક હિન્દૂના ઘરે એક નાનું મંદિર તો હોય જ છે, જેમાં રોજ સવાર-સાંજ ભગવાનની પૂજા અને દીવા-બત્તી કરવામાં આવે છે. અને છતાં પણ આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે રોજ બે વાર પૂજા કરવા છતાંય ભગવાન આપણી પ્રાર્થના નથી સાંભળી રહયા, ઘરમાં કજિયા-કંકાશ યથાવત જ છે અને આર્થિક તંગી પણ આવી ગઈ છે. પરંતુ આપણે એ નથી જાણતા હોતા કે આપણે આપણા ઘરની અંદર રાખેલા મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.તો આજે આપણે જાણીએ કે ઘરના મંદિરમાં એવી કઈ વસ્તુ ન હોવી જોઈએ કે જેના કારણે ઘરના આર્થિક તંગી આવે છે અને કજિયા-કંકાશ થયા જ કરે છે. આ જાણીને તમે હેરાન થઇ જશો –

ઘરના મંદિરમાં બધા જ લોકો ગણેશજીની મૂર્તિ રાખે છે. પરંતુ મંદિરમાં ક્યારેય પણ ગણેશજીની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ. કહેવાય છે એક જેવી જ ત્રણ મૂર્તિ ક્યારેય એક જગ્યા પર ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આમ કરવાથી મનુષ્યની ધ્યાન ભટક્યા કરે છે. જે ઠીક નથી. તેથી જો ગણેશજીની ત્રણ મૂર્તિ ઘરમાં હાજર હોય તો એક મૂર્તિને વિધિવત રીતે પાણીમાં પધરાવી દેવી જોઈએ.ક્યારેય પણ ખંડિત થઇ ગયેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ખંડિત મૂર્તિઓ એટલે કે મૂર્તિ કોઈ પણ પ્રકારે તૂટેલી કે તિરાડ વાળી હોય તો તેને ઘરમાં રાખવી ન જોઈએ. જે પણ મૂર્તિ ખંડિત થઇ જાય તેને ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. આવી મૂર્તિઓ આપણા ઘરમાં સુવિધાઓમાં વિક્ષેપ નાખે છે.

ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલ-હાર, પાન ક્યારેય પણ ધોયા વિના ન ચઢાવો. આ વસ્તુઓ ભગવાનને ચઢાવતા પહેલા પાણીથી એકવાર ચોક્કર ધોઈ કાઢો. આ સિવાય જો તમે સવારે પૂજાના સામે ભગવાનને ફૂલ-હાર ચઢાવ્યા હતા એ સાંજે પૂજા કરતા પહેલા ત્યાંથી લઇ લેવા જોઈએ. જો સુકાઈ ગયેલા ફૂલ ત્યાં રહે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. અને ઘરમાં કજિયા વધી જાય છે.

આ સિવાય પણ બીજી ઘણી બાબતો છે જેનું ધ્યાન રાખવું પડે છે જેમ કે ઘરમાં મંદિરની ઉપર કોઈ પણ નકામી કે ભારે વસ્તુઓ ન મુકો. ભગવાનનું મંદિર ઉપરથી ખાલી હોવું જોઈએ અને મંદિર પર ગુંબજ હોવો જોઈએ.જો ઘરમાં પૂજા માટે શંખ રાખતા હોવ તો વાંધો નથી પરંતુ બે શંખ ન હોવા જોઈએ, જો મંદિરમાં બે શંખ હોય તો એમાંથી એક શંખ હટાવી દો.

શાસ્ત્રો પ્રમાણે ઘરના મંદિરમાં વધુ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ છીએ તો આ શિવલિંગ આપણા અંગૂઠાના આકારથી વધુ મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ જ કારણે ઘરના મંદિરમાં નાનું જ શિવલિંગ રાખવું શુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here