કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા લેખકની કલમે

આ 3 વસ્તુઓનું અપમાન જીવનનાં તમામ પુણ્યોને ધોઈ નાખે છે! વાંચી લો, સાવચેત રહો

પુણ્ય અને પાપ કર્મો વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં બહુ વિસ્તારથી ચર્ચાઓ કરવામાં આવી છે. માણસે જિંદગીભર ચાલે એવાં પુણ્યોનું ભાથું કઈ રીતે મેળવવું એનો પણ ઉલ્લેખ છે, તો કઈ રીતે અમુક આચરણો કરતાં અટકીને મેલવેલાં પુણ્યો બચાવી રાખવાં એ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

વિવિધ દાન, કરૂણા, ભૂખ્યાંઓને ભોજન, અનાથોને આશરો અને અબોલ પશુ-પંખીઓને ચારો નાખીને આપણે પુણ્ય કમાતા જ હોઈએ છે. પણ અહીં ખાસ સાવચેત રહેવા જેવી વાત એ છે, કે આ જીવનભર કમાયેલાં પુણ્યો એક જ ઝાટકે નષ્ટ થઈ શકે જો તમે નીચે દર્શાવેલી ત્રણ ચીજોનું અપમાન કરી બેસો. કઈ છે એ ત્રણ ચીજો, જેનું ભૂલથી પણ કરેલું અપમાન હાનિ પહોંચાડે છે :

(1) ગાય:

Image Source

એ વખત હતો જ્યારે આપણે ત્યાં ગાયને દેવતાની જેમ પૂજવામાં આવતી અને રાખવામાં આવતી. આજે પૂજવામાં તો આવે છે પણ દેવતાની જેમ રાખવામાં નથી આવતી. મહાનગરોના રસ્તાઓ પર જ્યાં-ત્યાં આશરો લઈ બેઠેલી ગાયોને જોઈ કરૂણા ઉપજે છે. ગાયનું અપમાન સૌથી મોટું અપમાન છે. અપમાન એટલે કે, તમારે આંગણે ગાય આવીને ઉભી રહે અને તમે એને એકાદ રોટલો કે ઘાસનો પૂળો આપવાની જગ્યાએ લાકડી લઈને મારવા દોડો એ! ગાયને મરાતો હડસેલો તમારાં જીવનનાં ભેગાં કરેલા પુણ્યને મારેલો ધક્કો છે.

(2) તુલસી:

Image Source તુલસીનો છોડ આંગણામાં હોય એનાથી વધારે સારું બીજું કશું નથી. તુલસીની હાજરી ઘરનાં આંગણે હોવી એ વૈજ્ઞાનિક રીતે પણ ઉપયુક્ત છે. તુલસીના છોડની આજુબાજુ તમે ગંદકી રહેવા દો કે કરો એ માતા સમાન ગણેલ આ છોડનું સૌથી બુરું અહિત છે. એનાથી તમારાં પુણ્યો નષ્ટ થાય છે. તુલસીના છોડની નિયમિત સવાર-સાંજ પૂજા, અગરબત્તી તો થવી જ જોઈએ. આ છોડની પાસે પગરખાં પહેરીને જવાથી પરેજ કરવી. રાત્રિના સમયે તુલસીપર્ણ તોડવું પણ યોગ્ય નથી.

(3) નદી:

Image Source

આપણો ધર્મ પ્રકૃતિના તત્ત્વોમાં દૈવત્વનું દર્શન કરે છે. જગતભરની બધી સંસ્કૃતિઓની જેમ આપણી આર્ય સંસ્કૃતિ પણ નદી કાંઠે જ પાંગરી છે, ફળીફૂલી છે. ગંગા જેવી નદીઓમાં સ્નાન કરવાથી એક તરફ જ્યાં તમારાં જીવનભરનાં પાપો ધોવાઈ જાય છે, એ જ પ્રકારે આવી દરેક લોકમાતા જેવી નદીઓનું અપમાન કરવાથી તમારા પુણ્યો પણ પરવારી જાય છે. નદીનું અપમાન એટલે? નદીનાં પાણીમાં કચરો નાખવો, મળત્યાગ કરવો કે થૂંકવું એ તમારા માટે અત્યંત હાનિકારક છે. આ વિકૃત ક્રિયાઓથી હંમેશા બચીને રહેવું. નદીને આપણે માતા માની છે, માતા જ માનીને ચાલવું બહેતર રહેશે.

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks