જ્યોતિષ શાસ્ત્ર

બુધવારના દિવસે ભૂલથી પણ ના કરવા આ કામ, વ્યાપાર અને ધન દોલતને થઈ શકે છે મોટું નુકશાન

આપણે ત્યાં અઠવાડિયાના 7 દિવસો છે અને સાતેય દિવસો અલગ અલગ દેવના માનવામાં આવે છે,  અમુક લોકો અમુક દિવસે કેટલાક પ્રકારના કામ કરવાથી બચત હોય છે, એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક કામ કરવાથી નુકશાન થાય છે જેમાં કે શનિવારના દિવસે લોંખડની કોઈ વસ્તુ ખરીદવી, અથવા તો બુધવારના દિવસે ચણા ખાવા જેવા કામો આપણે કરતા હોઈએ અને કેટલાક ના પણ કરતા હોઈએ તો આવા જ કેટલાક કામો છે જે બુધવારના દિવસે કરવામાં આવે તો તમને મોટું નુકશાન પણ થઇ શકે છે.

Image Source

કિન્નરોનું અપમાન:
કોઈનુંપણ અપમાન કરવું એ પાપ જ છે પરંતુ ખાસ ભૂલથી પણ બુધવારના દિવસે કિન્નરોનું અપમાન ના કરવું જોઈએ, તેમનો મઝાક પણ ના ઉડાવવો અને થઇ શકે તો કિન્નરને આજના દિવસે દાન આપવું.

Image Source

ફોઈ, બહેન અને દીકરીનું અપમાન:
બુધવારના દિવસે તમારા ઘરે આવેલા મહેમાનનું સ્વાગત કરવું જોઈએ અને એમાં પણ જો ફોઈ, બહેન કે દીકરી ઘરે પધારે છે તો તેને ઉત્સાહથી વધાવવા જોઈએ, તેમનું હૃદયથી સ્વાગત કરવું અને ભૂલથી પણ તેમનું અપમાન ના થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફોઈ, બહેન અને દીકરીનું અપમાન કરવાથી બુધ ગ્રહ નારાજ થાય છે. અને તેનો અશુભ પ્રભાવ પડે છે.

Image Source

ઉધાર લેવડ-દેવડ ના કરવી:
બુધવારના દિવસે ખાસ ઉધારની કોઈ લેવડ-દેવડ ના કરવી જોઈએ કારણે આ દિવસે કોઈને આપેલું ધન પાછું આવવાની આશા રહેતી નથી તેમજ કોઈ પાસેથી લીધેલ ઉધાર ધન પણ વધતું જાય છે અને તે દેવું ક્યારેય ઉતરી શકતું પણ નથી, ધંધામાં પણ આજના દિવસે આપવામાં આવેલુ ઉધાર નુકશાન દાયક છે.

Image Source

કડવું ના બોલવું:
બુધવારના દિવસે ખાસ કોઈને અપશબ્દો ના કહેવાય આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ધનની ખોટ પણ વર્તાવવા લાગે છે. કડવું બોલવાના કારણે ઘરની અંદર ઝગડા પણ શરૂ થાય છે, બીમારીઓ પણ ઘરમાં દાખલ થવા લાગે છે. માટે બુધવારે ખાસ આ વાતનું ધ્યાન રાખવું.

Image Source

કાળા વસ્ત્રો ના પહેરવા:
મહિલાઓએ ખાસ બુધવારના દિવસે કાળા રંગના વસ્ત્રો ના પહેરવા જોઈએ, વસ્ત્રો ઉપરાંત કાલા રંગના કોઈ આભૂષણો કે ચાંદલો પણ ના લગાવવો જોઈએ, આમ કરવાથી ઘરમાં બરકત ઓછી થઇ જાય છે તેમજ તેમના પતિનું આયુષ્ય પણ ઘટતું જાય છે. બુધવારના દિવસે લાલ રંગના વસ્ત્રો અને આભૂષણો પહેરવા લાભદાયક છે.

Image Source

કુંવારિકા બાળકીઓને ઘરે બોલાવો:
બુધવારના દિવસે ખાસ 5 વર્ષથી નાની કુંવારીકાઓને ઘરે બોલાવી તેમનો આદર સત્કાર કરવો, તેમને ભાવતું ભોજન બનાવવું અને કોઈ મીઠાઈ પણ એમને ખવડાવવી, તેમજ કોઈ ભેટ પણ આપવામાં આવે તો તમારા ઘરમાં સારી વૃદ્ધિ થઇ શકે છે.

Image Source

આ દિશામાં જવાથી બચવું:
બુધવારના દિવસે તમે કોઈ યાત્રા કરવા જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ઉત્તર અને પશ્ચિમ દિશામાં જવાથી બચવું જોઈએ. જો કોઈ કારણો સર તમારે એ દિશામાં નીકળવાનું થાય તો ઘરેથી નીકળતા પહેલા તેનાથી વિપરીત દિશામાં જઈને માર્ગ બદલવો જોઈએ.

Image Source

ક્યાંય પણ રોકાણ ના કરવું:
બુધવારના દિવસે કોઈપણ પ્રકારનું રોકાણ ના કરવું જોઈએ, આ દિવસે રોકાણ કરવાથી સારું વળતર મળવાની સંભાવના ઓછી થઇ જાય છે, રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ શુક્રવારનો માનવામાં આવે છે આ દિવસે રોકાણ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વધારે રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.