જેના પર શનિદેવનો પ્રકોપ હોય એનું જીવન બરબાદ થઇ જાય છે, બચવું હોય તો આ જાણો
અપને સૌ જાણીએ છીએ કે શનિદેવનો પ્રકોપ કેટલો ભયાનક હોય છે. શનિદેવ જેના ઉપર પોતાની દૃષ્ટિ નાખે છે તેમનું જીવન તહસ મહસ થઇ જાય છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને એ તે મનુષ્યોને તેમના કર્મો અનુરૂપ દંડ પણ આપતા હોય છે, કેટલીક એવી બાબતો છે જે આપણી જાણ બહાર જ આપણે કરી બેસ્ટ હોઈએ છીએ જેની સજા પણ આપણને શનિદેવ આપે છે અને શનિદેવનો પ્રકોપ એટલો ભયાનક હોય છે કે આપણું જીવન પણ સાવ બરબાદ થઇ જાય છે. આવા જ કેટલાક કામો છે જે શનિદેવને ક્યારેય પસંદ આવતા નથી અને મનુષ્યોએ તે કામ કરતા બચવું જોઈએ.

શનિદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ:
દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પણ રોજ પાઠ કરવો જોઈએ અને ખાસ શનિવારના દિવસે પાઠ કરવો ખુબ જ યોગ્ય માનવામાં આવે છે.
શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે જળાભિષેક કરવાથી શનિની પીડામાં શાંતિ મળે છે. તેમજ જળાભિષેક કરીને શનિમંત્રનો 108 વાર જાપ પણ કરવો.
શનિદેવથી જોડાયેલી વસ્તુઓ જેવી કે કાળા તલ, અડદની દાળ, લોઢું અને કાળા કપડાં જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ શનિદેવની કૃપા મળે છે.

શનિવારના દિવસે આ કામ કરવાથી બચવું જોઈએ:
શનિવારના દિવસે તાંબાના વાસણનું દાન કરવાથી ધંધાની અંદર ખોટ આવવાની સંભાવના રહેલી છે. શનિવારના દિવસે સફેદ મોટી ખરીદી અને દાન કરવાથી યંત્રો અને મશીનોથી થવા વળી દુર્ઘટનાનો ખતરો રહે છે.
શનિવારના દિવસે ખાસ ચાંદીના આભૂષણો ખરીદી કોઈને ભેટમાં આપવાથી માણસ દેવાદાર બની શકે છે. શનિવારના દિવસે લાલ રંગના વસ્ત્રો પણ કોઈને ભેટમાં ના આપવા આમ કરાવથી વ્યક્તિની સમાજમાં ખરાબ છબી બનવાની શક્યતા છે.
શનિવારના દિવસે લાલ રંગની પેન ખરીદીને પણ કોઈને ભેટમાં ના આપવી આમ કરવાથી વ્યક્તિ અપશયનો ભાગી બની શકે છે. શનિવારના દિવસે ચમેલીનું અત્તર ખરીદી કોઈને ભેટમાં આપવાથી પણ વ્યક્તિ અનેક રોગોથી ઘેરાઈ શકે છે.