ભૂલથી પણ તુલસીના છોડ સાથે ક્યારેય ન કરતા આ કામ, નહિ તો દરિદ્રતા આવી જશે

0
3

ઘરમાં તુલસીનો છોડ લગાવવો એ ઘણો શુભ માનવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પણ શું તમે જાણો છો કે આ સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા વાળા તુલસીના છોડ શું-શું સાવધાનીઓ વર્તવી પડે?

image source

તુલસીના છોડથી જોડાયેલ થોડી વાતોનું જો ધ્યાન રાખવામાં ન આવે તો લક્ષ્મી માતા રિસાય જાય છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે જો ઘરમાં તુલસીનો છોડ છે તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

image source

જો ઘરમાં રાખેલ તુલસીનો છોડ સુકાઈ જાય કે મુરજાઈ જાય તો તુરંત બીજો છોડ લગાવી દેવો જોઈએ. સાથે જ સુકાઈ ગયેલા છોડને ફેંકવો કે બાળવો જોઈએ નહીં. એને કોઈ માટીની નીચે દાબી દેવો જોઈએ.

image source

તુલસીનો છોડ લગાવ્યા બાદ તેને દરરોજ પૂરતું પાણી આપવું આપવું જોઈએ. સાથે જ જો છોડ થોડો સુકાવવા લાગે તો તેમાં પ્રાકૃતિક ખાતર નાખવું જોઈએ.

કોઈ કારણ વિના ક્યારેય તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. પૂજા માટે અથવા તો ખાવા માટે તુલસીના પાંદડા ફક્ત દિવસના સમયે જ તોડવા જોઈએ.

image source

અગિયારસ, રવિવાર અને ગ્રહણ સમયે ક્યારેય પણ તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. એ દિવસે પાંદડા તોડવા અશુભ મનાય છે.

તુલસીના પાંદડાને ભૂલથી પણ ક્યારેય પગ નીચે ન કચડવા જોઈએ. નીચે પડેલ તુલસીના પાંદડાને હાથેથી ઉઠાવી અને માટીમાં દાબી દેવા જોઈએ.

image source

દરરોજ સાંજે તુલસીના છોડ પાસે ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ. એમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ વરસાવતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here