આજે આધુનિક સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. એક સમય હતો જયારે નાહવા માટે આધુનિક બાથરૂમ નહોતા, એ સમયના લોકો નદી, તળાવ, નહેરમાં નાહવા માટે જતાં અથવા તો ઘરની પાસે જ નાહવા માટે જગ્યા બનાવતા. પરંતુ ધીમે ધીમે સમય બદલાતો ગયો અને ઘરે ઘરે બાથરૂમ બનવા લાગ્યા. આજે તો આધુનિક ઢબના બાથરૂમો પણ બનવા લાગ્યા છે. જેની અંદર સ્નાન કરવા માટે જઈએ ત્યારે આપણે એકલા જ હોઈએ અને આપણે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરીએ. પરંતુ શાસ્ત્રો પ્રમાણે નહાતી વખતે આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. જેના પાપના ભાગીદાર પણ આપણે થવું પડે છે. ચાલો જોઈએ એવી ભૂલો.

1. પદ્મ પુરાણમાં બતાવવામાં આવ્યો છે આ નિયમ:
સ્નાનને લઈને પદ્મ પુરાણમાં પણ નિયમ જણાવવામાં આવ્યો છે કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં કપડાં ઉતારીને સ્નાન ના કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય પાપનો ભાગીદાર બને છે. પદ્મ પુરાણમાં ગોપીઓના ચીર હરણ પ્રસંગ સાથે પણ આ વાતને જોડવામાં આવે છે. જયારે ગોપીઓ ખુલ્લામાં નિર્વસ્ત્ર સ્નાન કરવા માટે જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન તેમના વસ્ત્રો ચોરી લે છે, જયારે ગોપીઓ દ્વારા વસ્ત્રો પાછા માંગવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે “તમારા વસ્ત્રો વૃક્ષ ઉપર છે. બહાર આવીને પોતાના વસ્ત્રો લઇ લો”

2. મૂંઝાયેલી ગોપીઓએ કહી આ વાત:
કૃષ્ણે ગોપીઓના વસ્ત્રો છીનવી લીધા બાદ નિર્વસ્ત્ર ગોપીઓ પાણીમાં જ રહીને જવાબ આપે છે કે “અમે નિર્વસ્ત્ર છીએ, કેવી રીતે આવી શકીએ?” ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે “તમારે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતાં પહેલા આ વિચારવું હતું.” ત્યારે મૂંઝાયેલી ગોપીઓ ઉત્તર આપે છે: “જયારે અમે અહીંયા સ્નાન કરવા માટે આવ્યા ત્યારે અહીંયા કોઈ નહોતું, અમને કોઈ જોતું નથી એમ વિચારી અમે નિર્વસ્ત્ર સ્નાન કરવા માટે ગયા.”

3. શ્રી કૃષ્ણએ તેમની વાતનો આપ્યો આ જવાબ:
ગોપીઓની આ વાતનો સુંદર જવાબ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે: “તમે એવું માની લીધું કે આ જગ્યા ઉપર કોઈ તમને કોઈ જોતું નથી, પરંતુ હું તો સર્વત્ર રહેલો છું. આકાશમાં ઉડતા પક્ષીઓ, જમીન ઉપર ચાલવા વાળા જીવો, પાણીમાં રહેતા જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા છે. પાણીમાં રહેલા વરુણ દેવે પણ તમને નિર્વસ્ત્ર જોયા. નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાના કારણે તમે વરુણ દેવનું પણ અપમાન કર્યું છે.” આજ કારણે પાપના ભાગીદદાર બની શકાય છે માટે નિર્વસ્ત્ર થઈને સ્નાન ક્યારેય ના કરવું જોઈએ.

4. ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવી છે આ વાત:
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર જયારે આપણે સ્નાન કરવા માટે જઈએ ત્યારે તમારા કપડામાંથી પડતું પાણી તમારા પિતૃઓ એટલે કે પૂર્વજો પીવે છે જેનાથી એમને તૃપ્તિ મળે છે. નિર્વસ્ત્ર થઈને જો સ્નાન કરવામાં આવે તો પિતૃઓ અતૃપ્ત રહે છે અને નારાજ પણ થાય છે. નારાજ થયેલા પિતૃઓના કારણે વ્યક્તિનું તેજ,બળ,ધન અને સુખ નષ્ટ થઇ જાય છે. પિતૃઓને નારાજ કરવા પણ આપણા પરિવાર માટે સંકટ લાવી શકે છે. જેથી નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું પાપ સમાન છે.

5. બાથરૂમને ક્યારેય ના છોડવું ગંદુ:
નહાયા બાદ બાથરૂમને ક્યારેય ગંદુ છોડવાની ભૂલ ના કરવી જોઈએ. આ આદતને સૌથી વધારે ખરાબ માનવામાં આવે છે. બાથરૂમ ગંદુ છોડવા અને પાણીની બરબાદી કરવાના કારણે વરુણ દેવ નારાજ થઇ જાય છે. જ્યોતિષ અનુસાર આ આદત દુર્ભાગ્યમાં વધારો કરે છે.

6. ચંદ્રદેવ અને રાહુ કેતુનો લાગે છે દોષ:
જે લોકો બાથરૂમને ગંદુ છોડી દે છે તેમને ચંદ્રદેવની સાથે રાહુ કેતુનો પણ દોષ લાગે છે. રાહુ કેતુ છાયા ગ્રહ છે અને બંને હંમેશા વક્રી રહે છે અને આ ગ્રહ એક જ રાશિમાં 18 મહિના સુધી રહે છે. જેના કારણે કાલસર્પ યોગ બને હ્ચે અને રાહુ-કેતુ એવા ગ્રહો છે જેના કારણે કોઈપણ વ્યક્તિની કિસ્મત રાતો રાત બદલવામાં સમય નથી લાગતો. માટે નહાતા સમયે બાથરુમની સાફ સફાઈનું ધ્યાન અવશ્ય રાખવું.