જ્યોતિષ શાસ્ત્ર

સાંજના સમયે ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહિ તો ઘર બની જશે નર્ક

આ કામ આજે જ બંધ કરી નાખો, નહિ તો થશે ગંભીર નુકશાન.. પરણિત લોકો જલ્દી વાંચો

શાસ્ત્ર અને પુરાણોમાં વધુ સારા અને સુખી જીવન જીવવાનાં અસંખ્ય નિયમો વર્ણવવામાં આવ્યા છે. જો માણસ આ નિયમોની અવગણના કરે છે તો એવું કહેવામાં આવે છે કે તેને અનેક નુકસાન વેઠવા પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા અને સંપત્તિ વધારવા માટે કેટલીક ઘણી બાબતો કહી છે. શાસ્ત્રમાં કોઈ ખાસ સમયે અમુક વસ્તુઓ કરવા પર પ્રતિબંધ છે, જેનાથી તમારા ઉપર દેવું વધતું નથી અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.

Image Source

કહેવામાં આવે છે કે કોઈ પણ કામ એના યોગ્ય સમયે કરવું જોઈએ. પછી ભલે તે કોઈ પણ પ્રકારનું કામ હોય, લગ્ન હોય કે કોઈ પૂજા. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે એનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે, એ જ સુખ શાંતિ માટે આપણે કેટલાય ઉપાયો કરીએ છીએ. કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કોઈ કામ ખોટા સમયે કરવાથી આપણા જીવનમાં નુકશાન થાય છે. જો આપણે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ ઇચ્છતા હોય તો દરેક કામ સાચા સમયે કરવું જોઈએ. ખોટા સમયે કરવામાં આવેલું કામ અશુભ સાબિત થઇ શકે છે. એ જ પ્રકારે તમારા નિત્યક્રમમાં સાંજે અમુક કામો ન કરવા જોઈએ, કહેવામાં આવે છે કે એ કામ કરવાથી તમારા દેવી-દેવતાઓ તમારાથી નાખુશ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે સાંજે એવા કયા કામો છે જે ન કરવા જોઈએ –

Image Source

– સૌથી પહેલા વાત કરીએ નખ કાપવાની. સાંજે અને રાતે એટલે કે સૂર્યાસ્ત પછી નખ ન કાપવા જોઈએ. આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે. ઘરમાં ગરીબી, દરિદ્રતા આવે છે અને લક્ષ્મીજીની કૃપા દૂર થાય છે. સાથે જ મંગળવાર અને ગુરુવારના દિવસે પણ નખ ન કાપવા જોઈએ.

Image Source

– સાંજે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે સાંજે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ, તેના પાન તોડવા જોઈએ નહીં અને તુલસી પર પાણી પણ ન ચઢાવવું જોઈએ. જો આવું કરો તો તમારી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. તુલસી પર પાણી ચઢાવવનો શ્રેષ્ઠ સમય સવારે છે.

Image Source

– સાંજે ક્યારેય સુવું ન જોઈએ, આ આદતને લીધે તમારા ઘરમાં ગરીબી વધે છે અને તમારા માથે દેવું ચઢી શકે છે. ઉંઘવાને બદલે સાંજે પૂજા-પાઠ કરો. પણ સગર્ભા સ્ત્રીઓ, માંદા વ્યક્તિ અને વૃદ્ધોને આરામ કરવાની છૂટ છે.

Image Source

– શાસ્ત્રો મુજબ સાંજે ઘરની સફાઈ ન કરવી જોઈએ, કે ઘરનો કચરો સાંજે બહાર ફેંકવો જોઈએ નહીં, આમ કરવાથી તમારા ઘરમાંથી સકારાત્મક ઉર્જા બહાર જતી રહેશે અને તમારા ઘરમાં ગરીબી આવશે. એટલે જ સાંજ થતા પહેલાં ઘર સાફ કરી લેવું જોઈએ.

Image Source

– સાંજે ક્યારેય ગુસ્સો ન કરો, કારણ કે સાંજે લક્ષ્મીજી ધરતીનું ભ્રમણ કરે છે, એટલે જો તમે એ સમયે ગુસ્સો કરશો તો એ તમારા ઘરમાં નહીંવે જેનાથી તમારા ઘરમાં ગરીબી આવશે.

– માન્યતાઓ અનુસાર, કોઈએ સાંજના સમયે ખાવું ન જોઈએ, કારણ કે તેનાથી પેટને લગતી બીમારીઓ થઈ શકે છે. તેથી, સાંજ ઢળતા પહેલાં ખાવાનું ખાઈ લેવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે સાંજે જમનારા લોકોને આવતા જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે.

Image Source

– સૂર્યાસ્ત એ દિવસ અને રાતના મળવાનો સમય હોય છે, જે ધ્યાન અને સાધનાનો સમય હોય છે. આ સમયે, પુરુષો અને મહિલાઓએ સંબંધ બાંધવાથી બચવું જોઈએ. આ સમયે બંધાયેલા સંબંધથી જે ગર્ભ ધારણ થાય છે, અને બાળક જન્મે છે, તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

– શાસ્ત્રો અનુસાર કોઈએ પણ ક્યારેય સાંજે વાંચવું ન જોઈએ, આનાથી વિદ્યાનું અપમાન થાય છે. તમે સવારે અથવા રાત્રે અભ્યાસ કરી શકો છો.

Image Source

– સાંજના સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ ન આપવા જોઈએ. તેનાથી તમારા પર દેવું વધે છે અને પૈસાનો પ્રવાહ બહારની તરફ હોય છે. કહેવાય છે કે આ સમયે પૈસા આપવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે.