જાણવા જેવું જીવનશૈલી પ્રવાસ

ગોવા વિશે તદ્દન ખોટી છે આ 5 વાતો, જાણો શું છે હકીકત

ગોવા વિશે જો તમને આ 5 વાત ખબર નહિ હોય તો તમે કોઈ ગાંડા કહી જશે

ભારતીયો માટે ગોવા હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. ભલે બેચલર્સ પાર્ટી કરવી હોય કે હનીમૂન કરવું હોય, આ જગ્યા ખૂબ જ કમાલની છે. લગભગ બધા જ યુવાનોના મિત્રોનું એક ગ્રુપ વૉટ્સએપ પર ગોવા જવા માટે બનતું હોય છે, પણ જઈ શકતા નથી. ફક્ત નસીબવાળા મિત્રો જ એવા હોય છે કે જેઓ પણ દિલ ચાહતા હૈ ફિલ્મની જેમ પોતાના મિત્રો સાથે ગોવા ફરવા જઈ શકતા હોય છે.

કેટલાક લોકો તો એવા હોય કે લગ્નની પ્લાનિંગ નથી કરતા એટલી ગોવા જવા માટેની કરતા હોય છે. ગોવા વિશે એટલી વાતો પ્રખ્યાત છે કે ત્યાં જવાનો પ્લાન એક વાર તો બન્યો જ હશે. જો કે આ તો અલગ વાત છે પણ ત્યાં જવાની તૈયારી કરતા લોકોને ગોવા સાથે જોડાયેલી કેટલીક વાતો ખબર હોવી જોઈએ. ગોવા વિશે લોકોમાં ઘણા જુદા-જુદા ભ્રમ ફેલાયેલા છે. પરંતુ હકીકત એવી નથી જેવી બધાને લાગે છે કે બધા સમજે છે.

Image Source

ગોવા સુરક્ષિત છે –

ગોવા કેટલાક વિસ્તરમાં સુરક્ષિત છે પરંતુ અહીં પણ એ જ વાત છે કે તમને ગોવાના ક્યાં વિસ્તારમાં છો. 5 છોકરીઓના ગ્રુપને જે એક જ દિવસમાં ત્રણ વાર છેડવામાં આવી હોય તો ગોવાને સુરક્ષિત ન કહી શકાય. જો કે છેડવાવાળા બીજા સહેલાણીઓ જ હોય છે.

Image Source

આરમ્બોલ બીચ અને સ્વીટ લેક વિદેશી સહેલાણીઓમાં ખૂબ જ લોકપ્રિય જગ્યા છે. ત્યાં મડબાથ (કુદરતી) થી લઈને મીઠા પાણીના તળાવ, સમુદ્ર, ઝરણા બધું જ છે. એટલી સુંદર જગ્યા છે કે એવું જ લાગે કે કોઈ ફિલ્મનો સેટ હોય. પરંતુ તમે અહીં એકલા ન જાઓ તો જ સારું છે. રસ્તાઓ જંગલોથી પસાર થાય છે, ઘણા પ્રવાસીઓ નહિ તમને રસ્તામાં છુટા-છવાયા મળી જશે. અહીંના સ્થાનિક લોકો તમને દારૂથી લઈને ડ્રગ્સ સુધીની વસ્તુઓ ઓફર કરી શકે છે એટલે કોઈ ગાઇડને સાથે લઇ જવો, એકલા ન જ જવું.

ગોવા જવાની શ્રેષ્ઠ ઋતુ શિયાળો છે –

આવું જરાક પણ નથી. ગોવા જવાની મજા શિયાળામાં આવશે એવું નથી. ભલે ચોમાસામાં ગોવામાં વોટર સ્પોર્ટ્સ બંધ હોય પણ બીચની ખરી સુંદરતા જોવાની મજા તો ચોમાસાં જ આવે છે. સાથે જ તેન થવાનો ખતરો પણ નથી રહેતો. પણ ધ્યાન રાખવું કે હાઈ-ટાઇડ વખતે દરિયાથી દૂર રહેવું.

Image Source

ગોવામાં બધા જ ખુલ્લા વિચારોવાળા છે –

જો તમને લાગે છે કે ગોવામાં વિદેશી પ્રવાસીઓ વધુ આવે છે અને અહીં નાચ-ગાન, ફેશન, દારૂ બધું જ થાય છે તો લોકોના વિચારો આધુનિક હશે પણ એવું નથી. ગોવાની કેટલીક ખાસ જગ્યાઓ અને તેની આસપાસના વિસ્તારો સિવાય ગોવાના લોકોની માનસિકતા એટલી આધુનિક નથી જેટલી દેખાય છે. અહીં કદાચ એવું પણ બની શકે કે તમને કોઈ કટ્ટર વ્યક્તિ પણ મળી શકે છે. આ વાત તમને એમની સાથે વાત કરતા સમયે સમજાઈ જશે, ભલે ને તમે એમને રાતો જ પૂછ્યો હશે પણ એ તમને રસ્તો બતાવતા-બતાવતા કપડાથી લઈને તેની રહેણીકરણી વિશે સમજાવી દેશે.

Image Source

ગોવામાં દરેક વ્યક્તિ દારૂડિયા છે –

ગોવામાં દારૂ એટલું સસ્તું છે કે ત્યાં જેને દારૂ પીવાનો ખૂબ જ શોખ હોય છે એ ત્યાં જઈને ખૂબ જ દારૂ પી લે છે. પરંતુ તેમ છતાં ત્યાંના સ્થાનિક લોકો દારૂડિયા નથી અને નથી લોકો દરેક સમયે દારૂ પીતા રહેતા. પણ આવું ત્યાં આવતા પ્રવાસીઓ માટે જરૂર કહી શકાય છે. પણ ત્યાં રહેનાર લોકોની અલગ જ દુનિયા છે.

Image Source

સરકારે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર અને દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો છે –

ગોવામાં હાઇવે પર તમને દારૂની દુકાનો નહિ મળે પણ કોઈ પણ સમયે ગોવાના કોઈ પણ ખૂણામાં દારૂ મળી જશે. બાગા બીચ પર તો રોજ રાતે 3 વાગ્યા સુધી કોઈ કાર્નિવલ જેવો માહોલ હોય છે. ભલે એમ કહેવામાં આવે કે બીચ પર બેસીને દારૂ પીવું ગેરકાયદેસર છે, પણ આવો કોઈ નિયમ લાગુ થયો હોય એવું લાગે જ નહીં. જ્યા લોકો પરિવાર સાથે આવ્યા હોય છે ત્યાં પણ લોકો બેસીને દારૂ પીવે જ છે. અહીં લાઇફગાર્ડ્સ અને પોલીસ પણ એવું જ કહે છે કે બોટલ ઉપર કચરાના ડબ્બામાં નાખી દેજો. લગભગ બધા જ બીચ પર આ જ હાલ છે.

Image Source

હા, એક વાત ધ્યાન રાખો કે ફિલ્મો જેવા ખાલી અને સાફ બીચ ગોવામાં શોધવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ગોવાના બધા જ પ્રખ્યાત બીચ મુંબઈના જુહુ બીચ જેવા જ ભીડભાડવાળા છે.