ખબર

5600 રૂપિયાના બિલ સાથે અભિનેતાએ આપી 1.40 લાખ રૂપિયાની ટિપ! બિલનો ફોટો થયો વાયરલ

આપણે ઘણીવાર નોંધ્યું હશે કે મોટી-મોટી હસ્તી ઘણી બધી ચેરિટી કરતા રહે છે. ઘણીવાર તો એવું બને છે કે તેમને કરેલી ચેરિટીના કારણે તેઓ ચર્ચાઓમાં આવી જાય છે. પણ આ વખત એક હોલ;ઇડ એક્ટર ચર્ચાઓમાં છે અને એ પણ ચેરિટીના કારણે નહિ પણ કેટલાક હાજર રૂપિયાના બિલ પણ લાખની ટીપ આપવા માટે. એમ તો હોટલમાં ટિપ આપવી સામાન્ય વાત છે, પરંતુ હોલીવુડ એક્ટર અને સિંગર ડોની વોલબર્ગે જે ટીપ આપી છે એ ખરેખર ચોંકાવનાર છે.

Image Source

વાત એમ છે કે ડોની વોલ્બર્ગે નવા વર્ષની પૂર્વ સંધ્યા પર એક રેસ્ટોરન્ટની વેઇટ્રેસને બિલની સાથે ભારેભરખમ ટીપ આપી જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. સાથે જ એ બિલ પણ વાયરલ થઈ રહ્યું છે, જેની સાથે એક્ટરે ટીપ આપી છે અને પોતાનો મેસેજ લખ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એ વાત સાચી છે કે નવા વર્ષ નિમિત્તે એક રેસ્ટોરન્ટમાં ડોનીએ 5600 રૂપિયાના બિલ સાથે 1.4 લાખ રૂપિયા ટીપ તરીકે આપી દીધા.

એક રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 78 ડોલર એટલે કે લગભગ 5600 રૂપિયાનું બિલ આવ્યું હતું અને એ પછી એક્ટરે 2020 ડોલર એટલે કે લગભગ 1.4 લાખ રૂપિયા ટીપના રૂપમાં રેસ્ટોરન્ટની વેઈટ્રેસને આપી દીધા. સાથે જ તેમને ટીપ આપતા બિલ પર એક મેસેજ લાખ્યુંઓ અને આને 2020 નું ટીપ ચેલેન્જ ગણાવ્યું. તેમને અને તેમની પત્ની જેનીએ મિશિગન સ્થિત એક રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાધું હતું.

Image Source

આ પછી આ કપલે બિલ પર હેપ્પી ન્યૂ યર લખ્યું હતું અને તેનો ફોટો ટ્વિટર પર શેર કરી દીધો. આમાં, વોલબર્ગે ટિપના કોલમમાં 2020 લખ્યું અને હેપી ન્યૂ યર લખ્યું. હવે આ ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર લોકો આ બિલ અને અભિનેતાની ઉદારતા અંગે પોતાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેનીએ જણાવ્યું હતું કે જ્યારે રેસ્ટોરન્ટમાં કામ કરતી વેઇટ્રેસ ડેનિયલ ફ્રાન્ઝોનીએ ટીપની રકમ જોઇ ત્યારે તેને વિશ્વાસ ન થયો. ફ્રાન્ઝોની ખૂબ ખુશ દેખાઈ રહી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.