ગુજરાતમાં અત્યાર સુધી 1600થી પણ વધુ બહેન દીકરીઓ કેન્સર પીડિતો માટે કરી ચુકી છે પોતાના અમૂલ્ય વાળનું દાન, જાણો કેવી રીતે તમે પણ કરી શકો છો કેન્સરના દર્દીઓની મદદ

કોઈપણ છોકરી હોય કે સ્ત્રી. તેમના માથાના વાળ તેમની સુંદરતાની નિશાની કહેવામાં આવે છે. સ્ત્રીની સુંદરતાનું પ્રતીક તેમના વાળ છે. મોટાભાગની મહિલાઓને તેમના વાળ લાંબા અને સુંદર હોય તેવી ઈચ્છા હોય છે. પરંતુ આજે જમાનો બદલાયો છે અને ઘણી મહિલાઓ ટૂંકા વાળ રાખવાનું પણ પસંદ કરે છે.

તો બીજી તરફ ઘણી એવી મહિલાઓ પણ છે જે કેન્સર પીડિત માટે પોતાના વાળનું દાન પણ કરી રહી છે. ગુજરાતમાં એક એવી સંસ્થા ચાલી રહી છે જે કેન્સર અવેરનેસનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાનું નામ છે Education of Social Science and Research Center. આ સંસ્થા મદત ચરિટેબલ ટ્રસ્ટ સાથે છેલ્લા 6 વર્ષથી હેર ડોનેટનું કાર્ય કરી રહી છે.

આ સેવાભાવના કાર્યની અંદર ગુજરાત તેમજ સમગ્ર ભારતની 1600થી વઘુ બહેનોએ મુંડન કરાવી પોતાના અમુલા વાળનું દાન કર્યું છે. Hair Donation માટે 12 ઇંચ લાંબા વાળની જરૂર હોય છે પરંતુ મુખ્યત્વે બહેનો કેન્સર દર્દીઓની સંવેદના સમજી માથે મુંડન કરાવી પોતાના સંપુર્ણ વાળ અર્પર્ણ કરી સમાજને નવી દિશા આપવાનું કાર્ય કરી રહી છે.

જો કોઈ બહેન પણ પોતાના વાળનું દાન કરવા ઇચ્છતી હોય તો Education of Social Science and Research Center (Mo – 7016734390, WhatsApp – 9723211354) સંસ્થાનો સંપર્ક કરી શકો છો. તેમજ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર Bald Beauty World (@BaldBeautyWorld) નામથી આ સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે જેમાં તમે જોડાઈ આ સેવાયજ્ઞમાં સહયોગી થઈ શકો છો.

દુનિયાભરની અંદર ઘણા કેન્સર પીડિતો છે અને તેમના માટે આવી ઘણી સંસ્થાઓ વાળનું દાન એકત્ર કરવાનું સુંદર મજાનું કાર્ય કરી રહી છે. ત્યારે ગુજરાતની અંદર પણ Education of Social Science and Research Center દ્વારા આ ઉમદા કાર્ય કરીને કેન્સર પીડિતોની મદદ કરવામાં આવી રહી છે.

કેન્સર પીડિતો માટે દાન આપવામાં આવેલા વાળને કાપવા માટે પણ અલગ પ્રોસેસ હોય છે. જેના કારણે ખુબ જ સાવચેતી સાથે ડોનરના વાળને બ્યુટિશિયન દ્વારા કાપવામાં આવે છે. જે મહિલાઓ કેન્સરથી પીડિત હોય છે તેમને આ ઘાતક બીમારીમાંથી લડવા દરમિયાન કીમો થેરેપીના કારણે તેમના વાળ સંપૂર્ણ ખરી જાય છે.

Niraj Patel