ખબર

અંબાજીના મંદિરમાં NRI ભક્ત દ્વારા દાન કરવામાં આવ્યા હતા એક કિલો સોનાનાં બિસ્કિટ, જુઓ તસવીરો

મા અંબાના પવિત્ર ધામ અંબાજીમાં વહ્યો દાનનો ધોધ, સુવર્ણ શિખર માટે આ NRI પટેલે મનોકામના પુરી થવાથી દાન કર્યું 1 કિલો સોનુ? તસવીરો થઇ વાયરલ

ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે, અને એમાં પણ મા અંબાના પાવન ધામ 51 શક્તિપીઠમાના એક અંબાજી મંદિરનું માહાત્મ્ય જ વિશાળ છે. અંબાજી મંદિરની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને મા અંબાના દર્શન કરીને ધન્ય પણ બનતા હોય છે. ઘણા શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના મંદિરમાં પોતાની યથાશક્તિ અનુસાર ભેટ પણ ચઢાવવામાં આવતી હોય છે.

ત્યારે હાલ અંબાજી મંદિરની અંદર એક શ્રદ્ધાળુ દ્વારા 1 કિલો સોનાના બિસ્કિટનું દાન આપવામાં આવ્યું છે. આ એક કિલો સોનાના બિસ્કિટનું દાન પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યું છે. જેનું મૂલ્ય લગભગ 48 લાખ રૂપિયા જેટલું છે અને તેમને આ દાન મંદિરના સુવર્ણ શિખર માટે આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે.

દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં 140 કિ.લો. 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.