શું તમે પણ તમારી કુંડળીમાં મંગળને મજબૂત કરવા માંગો છો ? તો મંગળવારના દિવસે કરો આ વસ્તુઓનું દાન, બજરંગ બલી તમારા પર થશે રાજી

તમારી કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા માટે મંગળવારના દિવસે કરી દો આ 5માંથી કોઈ એક વસ્તુનું દાન, પછી જુઓ બજરંગબલી કેવી કિસ્મત ચમકાવે છે

જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ બળવાન હોય તો તમે ભાગ્યશાળી બની શકો છો. મંગળને હિંમત, બળ, પરિશ્રમ વગેરેનો કારક માનવામાં આવે છે. બળવાન મંગળ તમારી શક્તિમાં વધારો કરે છે. બળવાન મંગળ તમારા જીવનમાં શુભતા લાવે છે, તે તમારા માટે શુભ અને ફળદાયી છે. જો મંગળ કમજોર હોય તો તે તમને ઘમંડી બનાવે છે. તમારું કામ બગડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ પણ તમને જકડી લે છે. તો મંગળને મજબૂત કરવા માટે તમે જો કેટલીક વસ્તુઓનું દાન કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે.

1. ઘઉંનું દાન:
મંગળવારના દિવસે ઘઉંનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે, મંગળવારના રોજ ઘઉંનું દાન કરવાથી મંગળ દોષ પણ દૂર થાય છે. જો ઘઉંની બનેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે તો પણ ખુબ જ શુભ પરિણામ મળે છે.

2. માચીસનું દાન:
જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર,  મંગળવારના દિવસે માચીસનું દાન કરવાથી હનુમાન દાદાની વિશેષ કૃપા મળે છે અને તેના શુભ પરિણામ પણ પ્રાપ્ત થાય છે. મંગળવારના દિવસે કોઈપણ મંદિરમાં જઈને માચીસ દાન સ્વરૂપે તમે આપી શકો છો. જેનાથી વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત બને છે.

3. તાંબાનું દાન:
મંગળવારના રોજ કરવામાં આવેલું તાંબાનું દાન પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. મંગળ દોષને દૂર કરવા અને મંગળ મજબૂત કરવા માટે તમે મંગળવારના દિવસે તાંબાનું દાન કરી શકો છો. જેનાથી તમારા પર કૃપા પણ વરસે છે.

4. સુવર્ણ દાન:
જ્યોતિષ શાસ્ત્રોમાં સુવર્ણ દાનને શુભ માનવામાં આવે છે અને જો તમારા કામમાં વારંવાર અડચણ આવી રહી હોય, તકલીફોનો સામનો કરવો પડતો હોય કે તમારા કામો વારંવાર અટકી પડતા હોય તો મંગળવારના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ કે મંદિરમાં સોનાનું દાન કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને મંગળ દોષમાંથી મુક્તિ મળે છે.

5. ગોળનું દાન:
જો તમારી કુંડળીમાં પણ મંગળ ગ્રહ કમજોર છે તો મંગળવારના દિવસે ગોળનું દાન કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આમ કરવાથી તમારો મંગળ પણ મજબૂત થશે અને તમારું ભાગ્ય પણ તમારો સાથ આપશે.

Niraj Patel