ખબર

અમેરિકામાં લાશનો ઢગલો, અધધધ લોકો કોરોનાની મોતે મર્યા- હવે ટ્રમ્પએ કહ્યું હા મુસીબતો આવશે પરંતુ

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસથી સૌથી વધુ સંક્રમિત લોકો અત્યારે અમેરિકામાં છે, અમેરિકામાં મૃત્યુદર પણ સૌથી ઊંચો છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા રિકવરીના રસ્તા ઉપર છે.

Image Source

અમરિકામાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો છે  મૃત્યુનો આંકડો પણ 1 લાખની આસપાસ પહોંચવા આવી ગયો છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે: “અમેરિકા રિકવરીના રસ્તા ઉપર છે.” તેમની આ ટ્વીટ બાદ અમેરિકી શેર બજારમાં પણ તેજી જોવા મળી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બધા જ રાજ્યોમાં લોકડાઉન હટાવવા અને નોર્મલસી પાછી લાવવા ઉપર વકાલત કરી હતી.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું કે: “સ્ટોક માર્કેટમાં મોટો ઉછાળ, DOW 25 હજારને પાર, S&P 500 3 હજાર ઉપર. રાજ્યોને જલ્દીથી જલ્દી જ ખોલવા જોઈએ, અમે નક્કી કરેલા સમય પહેલા ગ્રેટનેસ તરફ આગળ બધી રહ્યા છે. હા મુસીબતો આવશે પરંતુ આવતું વર્ષ બહુ જ સારા સમયમાં ઉમેરાશે.”

અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોના આંકડા જોઈએ તો આજે અમેરિકામાં સંક્રમિતઓની સંખ્યા 16,62,302 છે જેમાં 3,59157 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. અહીંયા અત્યારસુધી મહામારીથી 98,220 લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. અમેરિકા દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકોમાં પહેલા નંબર ઉપર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.