ખબર

‘તાજ મહેલ’ ના દીદાર કરવા પહોંચ્યા ટ્રમ્પ, પરંતુ આર્થિક તંગીને કારણે પોતાના જ તાજથી ધોવો પડ્યો હતો હાથ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે આગ્રાની મુલાકાતે પહોંચ્યા હતા. આગ્રાની મુલાકાત દરમ્યાન તેઓ તાજમહેલ પણ પહોંચ્યા હતા અને ઘણો સમય ત્યાં પસાર કરીને ખૂબ જ બારીકાઈથી તાજમહેલને જોયો હતો અને તેમની વિગતો જાણી હતી.

Image Source

પરંતુ શું તમે જાણો છો કે તાજ અને ટ્રમ્પ વચ્ચેનો સંબંધ લગભગ 30 વર્ષ જૂનો છે. ટ્રમ્પ ખુદ તાજમહેલના માલિક પણ રહી ચૂક્યા છે. જો કે, આ તાજમહેલ આપણા આગ્રાનો તાજમહેલ નથી. વાત એમ છે કે તેમણે 30 વર્ષ પહેલા 1990માં ન્યુજર્સીમાં તાજમહેલ હોટલ બનાવી હતી. આ હોટલમાં, તેમણે વિશ્વનો સૌથી મોટો કેસિનો શરૂ કર્યો હતો. જોકે, ટ્રમ્પ શાહજહાં બની શક્યા નહીં કારણ કે આર્થિક તંગીના કારણે તેમને પોતાની તાજમહેલ હોટલ વેચવી પડી હતી.

Image Source

વર્ષ 1988માં ટ્રમ્પે તાજ હોટલ અને કેસિનોને 230 મિલિયન (લગભગ 1600 કરોડ) માં ખરીદ્યો. તે સમયે, તેમણે કહ્યું હતું કે હું આને વિશ્વની આઠમી અજાયબી બનાવીશ અને પછીના બે વર્ષો સુધી તેના પર 1 અબજ ડોલરથી વધુ ખર્ચ કર્યો.

Image Source

2 એપ્રિલ 1990ના રોજ, ડોનાલ્ડનો કેસિનો બનીને તૈયાર થઇ ગયો. તે વિશ્વનો સૌથી મોટો કેસિનો હતો. તેનું ઉદ્ઘાટન પણ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. આર્થિક પરિસ્થિતિ અને યુએસ ફેડરેશનની નીતિને કારણે કેસિનો 10 ઓક્ટોબર 2016ના રોજ બંધ થઇ ગયો. આ કેસિનો એ સમયનો સૌથી પ્રખ્યાત કેસિનો હતો. આ પછી તેમણે આ કેસિનો સેમિનોલ ટ્રાઈબ ઓફ ફ્લોરિડાને વેચી દીધો હતો. 1 માર્ચ, 2017ના રોજ, સેમિનોલ ટ્રાઈબ ઓફ ફ્લોરિડાએ આ કેસિનો હાર્ડ રોક ઇન્ટરનેશનલ બ્રાન્ડ હેઠળ ફરીથી ખોલ્યો છે.

Image Source

ટ્રમ્પે તેની તાજમહેલ હોટલને દુનિયાની આઠમી અજાયબી ગણાવતા હતા. જ્યારે તાજ હોટલ વેચવા માટે સેમિનોલ કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેને આર્ટ ઓફ ડીલ કહેવામાં આવીહતી. સોદા સમયે તાજમહેલ હોટલને 25.19 હજાર કરોડનું નુકસાન થયું હતું. હોટલની દેખરેખ તેની પેરેન્ટ કંપની ટ્રમ્પ એન્ટરટેઇનમેન્ટ રિસોર્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ કંપની નાદાર થઈ ગઈ હતી.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પનો તાજમહેલ એક અદ્યતન કેસિનો રિસોર્ટ છે, પરંતુ તેના પ્રવેશદ્વારમાં ગુંબજ આકાર છે. તાજ હોટલ મુગલ આર્કિટેકટ મુજબ પેઇન્ટ કરાઈ હતી. તેવી જ રીતે, રિસોર્ટ બિલ્ડિંગની પણ આ જ પ્રકારની ડિઝાઇન હતી.

Image Source

ટ્રમ્પની તાજમહેલ હોટલ 3 એકરમાં ફેલાયેલી છે. તેમાં 1900થી વધુ રૂમ્સ છે. દરેક રૂમની ડિઝાઇન અને ડેકોરેશન તાજમહેલની તર્જ પર કરવામાં આવી છે. હોટેલમાં એક હાથી અને ભગવાન ગણેશની પ્રતિમા પણ હતી.

આ છે ભારતનો તાજ –

Image Source

હિન્દુસ્તાનમાં બનેલો તાજમહેલ મુઘલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. તેની આર્કિટેક્ચરલ શૈલી પર્શિયન, તુર્કી, ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યનું એક બેજોડ મિશ્રણ છે. 1983 માં, તાજમહલને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો હતો. તે વિશ્વની સાત અજાયબીઓમાં પણ સામેલ થયો. તાજમહેલને ભારતની ઇસ્લામિક કલાનો રત્ન પણ જાહેર કરવામાં આવ્યો છે. તાજમહેલ ઇમારતની રચનાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ રીતે સપ્રમાણ છે. એટલે કે બધી જ બાજુએથી તે એક જેવો જ લાગે છે. તેનું બાંધકામ લગભગ 1648માં પૂર્ણ થયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.