અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમનની આગતા-સ્વાગત માટેની ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પ માટે ખાવાની પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી.

જ્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે યજમાનો ચોક્કસપણે તેમના માટે તેમનો પ્રિય ખોરાક તૈયાર કરાવે છે. પરંતુ ભારતમાં, તેઓને મનપસંદ ખાવામાં સમાધાન કરવું પડ્યું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બીફ પસંદ છે પણ ભારતમાં તેમણે શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.

અમેરિકન ટીવી ચેનલ સીએનએન અનુસાર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મહેમાન માટે શાકાહારી વાનગીની વ્યવસ્થા કરાવી છે. ટ્રમ્પને બીફ પસંદ છે. જ્યાં પણ ટ્રમ્પ જાય છે, તેમના માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે તેમના મેનુમાં બીફનો સમાવેશ કરવામાં ન આવ્યો.

ભારતના મોટાભાગના રાજ્યોમાં બીફ પર પ્રતિબંધ છે અને આવી સ્થિતિમાં ભલે તે ગુજરાત હોય, આગ્રા હોય કે દિલ્હી, ટ્રમ્પને મનપસંદ ખોરાક ન જ મળે. મેકડોનાલ્ડ પણ ભારતમાં બીફ બર્ગર વેચતું નથી. જેથી એ તો શક્ય જ નથી કે ટ્રમ્પને બીફ બર્ગર ખાવા મળ્યું હોય.
બીજી વાત એ પણ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી ખોરાક ખાય છે. ટ્રમ્પના બે દિવસીય પ્રવાસ દરમિયાન મોદી અને ટ્રમ્પ ઘણી વખત સાથે ભોજન કરશે. તેથી, ટ્રમ્પ માટે ફક્ત શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે. મંગળવારે ટ્રમ્પ અને પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં સાથે લંચ અને ડિનર કર્યું.

સીએનએન અનુસાર, ટ્રમ્પની નજીકની વ્યક્તિ જેણે અનેક પ્રસંગોએ તેમની સાથે ભોજન લીધું છે તેને કહ્યું હતું- ‘ઘણી વાર ટ્રમ્પ બીફ સાથે સલાડ ખાય છે. પરંતુ આ સિવાય તેણે ક્યારેય તેમને શાકાહારી ખોરાક ખાતા જોયા નથી.’

એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના વિદેશ પ્રવાસ પર તેના સહયોગી અધિકારીઓ એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરે છે કે તેમને તેમના ટેસ્ટનું ભોજન પીરસવામાં આવે. એકવાર વિદેશ પ્રવાસ પર, તેમને દિવસમાં બે વાર સ્ટીક પીરસવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની આ પહેલી ભારત મુલાકાત છે. પરંતુ આ પહેલા તે પોતાના બિઝનેસના કારણે ભારત આવી ચુક્યા છે. ટ્રમ્પની પ્રિય રેસ્ટોરન્ટ મેકડી છે. યુ.એસ.માં, મેકડી બીફ બર્ગર વેચે છે, પરંતુ ભારતીય મેકડી સ્ટોર્સ બીફ સાથે જોડાયેલી કોઈ પણ વાનગી પીરસતા નથી. ઘણીવાર જ્યારે ટ્રમ્પ વિદેશી પ્રવાસો પર હોય છે, ત્યારે તેમને યજમાન બીફની જગ્યાએ લેમ્બ અથવા બીજું કોઈ મીટ ઉપલબ્ધ કરવાની કોશિશ કરતા હોય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.