ખબર

અમેરિકી કોર્ટ દ્વારા H-1B વિઝા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, ભારતીયોને થશે આ મહત્વનો ફાયદો

અમેરિકામાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની હારથી મોટો ફટકો લાગ્યો હતો ત્યારે હવે અમેરિકી કોર્ટે પણ ટ્રમ્પ દ્વારા બનાવેલા કાયદાઓને તોડીને એક બીજો મોટો ઝટકો પણ આપ્યો છે.

Image Source

અમેરિકાના એક સંઘીય જજ દ્વારા વિદેશી કુશળ કામગીરોની સંખ્યામાં મોટો કાપ મુકનારા H-1B વિઝા ઉપર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને રદ્દ કરી દીધો છે. આ ભારત અને ચીનના ટેક પ્રોફેશન માટે ખુબ જ રાહતના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી સરકાર દ્વારા  ટેક્નોલોજી, ઈજનેર અને મેડિસિન ક્ષેત્રો માટે 85 હજાર H-1B વિઝા આપવામાં આવતા હતા. અમેરિકાની અંદર હાલમાં લગભગ 6 લાખ H-1B વિઝા હોલ્ડર છે. જેમાંથી મોટા પ્રમાણમાં ભારતીયો અને ચીનના લોકો છે. ટ્રમ્પ સરકાર દ્વારા જૂન મહિનામાં જ એક આદેશ જાહેર કરીને H-1B વિઝા ઉપર રોક લગાવવામાં આવી હતી.

Image Source

પરંતુ હાલમાં ટ્રમ્પને બાયડન દ્વારા મોટી હાર મળી છે. અને આ હાર બાદ ટ્રમ્પ વિરુદ્ધ આખો માહોલ જતો જોઈ શકાય છે.