ખબર

અમરિકામાં છેલ્લા 24 કલાકમાં 2,015 લોકોના મૃત્યુ, ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો પણ….જાણો વિગત

દુનિયાની મહાસત્તા ફરી કોરોનાની ઝપેટમાં, ગણી ગણીને થાકી જવાય એટલી લાશોનો ઢગલો થયો, જાણો સમગ્ર વિગત

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે ત્યારે આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં એક જ દિવસની અંદર અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ થયા છે. અમેરિકાની અંદર છેલ્લા 24 કલાકમાં જ 2,015 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Image Source

તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દીકરો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તેને કોઈ લક્ષણો જોવા નથી મળ્યા અને તે ક્વોરેન્ટાઇનનું પાલન કરી રહ્યો છે. અમેરિકી પ્રવક્તા દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

Image Source

પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે: “42 વર્ષીય ડોનએ અઠવાડિયાની શરૂઆતમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને પરિણામ બાદથી જ પોતના કેબીનની બહાર ક્વોરેન્ટાઇન કરી રહ્યા હતા. તે હાલમાં સંપૂર્ણ રીતે સ્પર્શોન્મુખ રહ્યો છે અને કોવિડ-19 દિશા નિર્દેશોનું પાલન કરી રહ્યો છે.”

Image Source

સમગ્ર અમેરિકામાં કોરોનાના કારણે  મોટી તબાહી મચી ચુકી છે. અમેરિકામાં અત્યાર સુધી 2 લાખ 53 હજારથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.