કોરોના વાયરસ પ્રકોપના કારણે સૌથી વધારે પ્રભાવિત એવા અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આને લઈને ડોનલ ટ્રમ્પએ બુદ્ધવારે કહ્યું હતું કે તે આવતા અઠવાડિયે આખા દેશમાં વિમાનયાત્રા કરશે અને રેલી દ્વારા આક્રમક પ્રચાર અભિયાનનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે.

વાઈટ હાઉસમાં પત્રકાર પરિસદમાં જણાવ્યું કે તે આવતા અઠવાડિયે એરિઝોના જઈ રહ્યા છે. ચૂંટણીના મહત્વપૂર્ણ ગણાતા એવા ઓહાયો રાજ્ય માંપણ જશે. જોકે એરિઝોના જવાનું મુખ્ય કારણ અર્થવ્યવસ્થાની બેહાલી ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેમાં કોઈ જ પ્રચાર નહિ કરવામાં આવે સાથોસાથ એ પણ ઉમ્મીદ છે કે જેટલી જલ્દી પહેલા ની જેમ થઈ શકે એટલો પ્રચાર કરવા માંગે છે.
એમણે જણાવ્યું કે મને આશા છે કે અમે પેલાની જેમ 25,000 લોકો સાથે રેલી કરી શકીએ. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે સામાજિક દુરી બનાવી રાખવી પડશે. તેમ છતાં ટ્રમ્પએ જણાવ્યું કે કોરોનાનો ખતરો ઓછો થઇ જશે અને અમેરિકા કોઈ પણ ખાતર સામે લડવા સક્ષમ છે. કોરોનાની રસી વિના વાયરસ કેમ ખત્મ થયી શકશે એના જવાબ માં ટ્રમ્પએ કહ્યું કે, એ ખત્મ થવા જઈ રહ્યો છે .
