જાણવા જેવું

તાજમહેલની અસલી વસ્તુ જોવાથી ટ્રમ્પને શા માટે રોકવામાં આવ્યા અને તમે કઈ રીતે જોઈ શકો છો?

થોડા જ દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા, જેમાં તેમને આગ્રા તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. આગ્રાની તાજમહેલની મુલાકાત દરમ્યાન તેમને ડાયના બેન્ચની આગળ ઉભા રહીને તાજમહેલ સાથે તસ્વીરો પણ ક્લિક કરાવી હતી. પરંતુ તાજમહેલની સૌથી ખાસ વસ્તુ એટલે કે મુમતાજ અને શાહજહાંની અસલી કબર ટ્રમ્પ અને મેલાનિયા જોઈ ન શક્યા.

Image Source

તાજમહેલની મુલાકાત દરમ્યાન તેમને તાજમહેલનો ઇતિહાસ પણ જાણ્યો હતો. જેમાં તેમને મુમતાજ-શાહજહાંની પ્રેમકહાની પણ જાણી હતી. પોતાના ચૌદમા બાળકના જન્મ દરમ્યાન જ મુમતાજ મૃત્યુ પામી અને એ પછી મુમતાજની યાદમાં આ તાજમહેલ બનાવડાવ્યો હતો.

Image Source

તાજમહેલની મુલાકાત દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને એક ગાઈડે તાજમહેલનો ઇતિહાસ જણાવ્યો હતો. એ ગાઈડે જણાવ્યા અનુસાર, મેલાનિયાને તાજમહેલ વિશે થોડી-ઘણી જાણકારી હતી પણ ટ્રમ્પને કોઈ જ જાણકારી ન હતી. બંનેએ તાજમહેલ વિશે જાણવા માટે ખૂબ જ રસ દાખવ્યો, ઘણા સવાલો પૂછયા, જેમ કે – શાહજહાં અને મુમતાઝનું જીવન કેવું હતું? આનો આર્કિટેક્ટ કોણ હતો? તાજમહેલ કેમ બનાવડાવ્યો? પણ જયારે મુમતાઝના મૃત્યુની વાત ગાઈડે મેલાનિયાને કહી ત્યારે મેલાનિયા દુઃખી થઇ ગઈ.

Image Source

તેમને મુમતાજ અને શાહજહાંની આખી કહાની સાંભળી, પણ તેઓ મુમતાજ અને શાહજહાંની અસલી કબર ન જોઈ શક્યા, જેનું કારણ હતું તેમનું કદ. મુમતાજ અને શાહજહાંની અસલી કબર સુધી જવા માટે એક સાંકળા રસ્તામાં બનેલી 22 સીઢીઓ ઉતરવી પડે છે, જે નીચે એક પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા દરવાજા સુધી જાય છે. પણ ટ્રમ્પની ઊંચાઈ 6 ફુટ 3 ઇંચ છે. એટલે કે અંદર જવાનો અર્થ હતો કે ટ્રમ્પને ખૂબ જ વાંકા વળીને જવું પડતે. પણ એ માટે તેમની સિક્યોરિટી ટિમ રાજી ન થઇ, જેના પરિણામે ટ્રમ્પ અને મેલાનિયા ત્યાં ન ગયા. પણ મુમતાજ અને શાહજહાંની કબરની હૂબહૂ નકલ તાજના મુખ્ય ગુંબજની નીચે અંદર જ બનેલી છે, એને તેઓએ જોઈ.

Image Source

તાજમહેલ જોયા પછી ત્યાંની વિઝીટર બુકમાં ટ્રમ્પએ લખ્યું – ‘તાજમહેલ ચોંકાવે છે. આ ભારતીય સંસ્કૃતિની સંપન્નતા, એની વિવિધતામાં ડૂબેલી સુંદરતાનો હંમેશા જવાન દસ્તાવેજ છે. આભાર ભારત.’

Image Source

સામાન્ય લોકો ક્યારે જોઈ શકે –
છેલ્લા કેટલાય વર્ષોથી શાહજહાં અને મુમતાજની અસલી કબરો સુધી જવાનો રસ્તો બંધ છે. સામાન્ય લોકો એને નથી જોઈ શકતા. કોઈ વીઆઈપી વ્યક્તિ જોવાની ઈચ્છા વ્યક્ત કરે તો એ માટે તેમને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના ડિરેક્ટર જનરલ પાસેથી ખાસ પરવાનગી લેવાની રહે છે. પણ હા, વર્ષમાં એક વાર આ રસ્તો જરૂર ખુલે છે, જે આવવા માંગે એના માટે. જયારે શાહજહાંની વરસી આવે છે ત્યારે પૂરા ત્રણ દિવસ માટે આ રસ્તો ખુલે છે અને ત્યારે ઉર્સ મનાવવાવાળા શાહજહાં અને મુમતાજની કબર પર ચાદર ચઢાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.