જિમ ટ્રેનરે ગળે ટૂંપો લગાવ્યો હતો, અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું, “મારી પ્રેમિકાને મારા અંતિમ સંસ્કારમાં ના આવવા દેતા.. નહિ તો….”

“મારી ગર્લફ્રેન્ડને મારા અંતિમ સંસ્કારમાં ના આવવા દેતા !!” મોટોભાઈ નાના ભાઈના રૂમમાં બુટ પહેરવા ગયો અને જોયું તો નાનો ભાઈ લટકતો હતો..

આજના સમયમાં ઘણા યુવાનો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી લેતા જોવા મળે છે. ઘણા લોકો આર્થિક સંકળામણ તો ઘણા લોકો પ્રેમમાં દગો મળવાના કારણે પણ આપઘાત કરી લેવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે, ત્યારે થોડા સમયે પહેલા જ એક જિમ ટ્રેનરે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, અને આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટમાં ઘણી ચોંકાવનારી બાબતો પણ લખી હતી.

આ ઘટના બની હતી ઇન્દોરમાં જ્યાં છાવણી વિસ્તારમાં રહેવા વાળા ગોપાલ વર્માએ આપઘાત કરી લીધો હતો. સવારે જયારે ગોપાલનો ભાઈ રૂમમાં પહોંચ્યા ત્યારે તેને ગોપાલનું શબ ફાંસીના ફંદા ઉપર લટકતું જોયું હતું. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી હતી. જેમાં ગોપાલે લખ્યું હતું કે બંને કાકાની દીકરીઓને તેનો ચહેરો ના બતાવવામાં આવે.

એટલું જ નહિ તેને એમ પણ લખ્યું હતું કે તેની પ્રેમિકાને તેના અંતિમ સંસ્કારમાં સામેલ ના થવા દેવી.અને જો તેની આ અંતિમ ઈચ્છા પૂર્ણ ના થઇ તો તેની આત્મા ભટકશે. જણાવવામાં આવી રહ્યું છે કે ગોપાલનો પ્રોપર્ટીને લઈને તેના કાકાના ઘર સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને કદાચ તેની કાકાની દીકરીઓ પણ આ વિવાદમાં દખલ આપી રહી હતી. જેના કારણે ગોપાલે આપઘાત કરી લીધો. પોલીસે ગોપાલના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. અને મામલાની તપાસમાં પણ લાગી ગઈ હતી.

આ ઘટના 29 ઓગસ્ટના રોજ ઘટી હતી, જયારે સવારે ગોપાલનો નાનો ભાઈ નિતેશ ગોપાલ રૂમમાં ચપ્પલ પહેરવા માટે ગયો ત્યારે ગોપાલને ફાંસીના ફંદે લટકતો જોયો. તેને તરત પરિવારને ઘટના વિશે જણાવ્યુ અને પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી.

Niraj Patel